For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો બિહારમાં કયા-કયા ઉમેદવારો છે નક્સલિયોના નિશાના પર

|
Google Oneindia Gujarati News

પટણા, 19 માર્ચ: લોકસભા ચૂંટણીને પગલે બિહારના ઘણા નેતાઓ અને કેટલાંક પોલીસ અધિકારીઓ નક્સલિઓના નિશાના પર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇન્ટેલિજન્સ બ્યૂરોએ બિહાર પોલીસને નક્સલી હુમલાની ચેતવણી આપીને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા માટે જણાવ્યું છે. પટણા સ્થિત પોલીસ હેડક્વાર્ટરના એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે 'આઇબીએ રાજ્ય પોલીસને સચેત કર્યા છે કે કેટલાંક નેતાઓ અને પોલીસ અધિકારીઓ લોકસભા ચૂંટણી પહેલા અને મતદાન દરમિયાન નક્સલિયોના નિશાના પર હોઇ શકે છે.'

અધિકારીના જણાવ્યા અનુસાર, જનતા દળ યૂનાઇટેડના મુંગેરથી સાંસદ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, જમુઇથી જેડીયૂની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા બિહાર વિધાનસભા અધ્યક્ષ ઉદય નારાયણ ચોધરી અને ભાજપ વિધાયક પ્રેમ રંજન પટેલ નક્સલિયોના નિશાના પર છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'નક્સલ ગતિવિધિયોથી પ્રભાવિત ગયા, ઓરંગાબાદ, જહાનાબાદ, અરવલ, નવાદા, રોહતાસ જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન નક્સલી અન્ય નેતાઓને નિશાનો બનાવી શકે છે અથવા હુમલો કરી શકે છે.'

naxalites
મુંગેર, બાંકા, જમુઇ અને લખીસરાયના ચાર પોલીસ અધિક્ષક પણ નક્સલિયોના નિશાના પર છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'તેમના માટે આઇબી દ્વારા મળેલા એલર્ટને જોતા પોલીસ હેડક્વાર્ટરે ચાર પોલીસ અધિક્ષકોને તેમના જિલ્લામાં મતદાન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા માટેના આદેશ આપી દીધા છે.'

જમુઇના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર રાણા, બાંકાના પુષ્કર આનંદ, લખીસરાઇ આશોક કુમાર અને મુંગેરના વરૂણ કુમાર સિન્હાની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંગેર રેંજના પોલીસ ઉપ મહાનિરીક્ષક સુધાંશુ કુમાર અને ભાગલપુર રેંજના ડીઆઇજી સંજય સિંહ પણ નક્સલિયોના નિશાના પર છે. ગયા અઠવાડીએ બિહાર પોલીસ પ્રમુખ અભ્યાનંદે નક્સલ પ્રભાવિત છ જિલ્લામાં 10 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી.

English summary
According to Bihar Police, Many candidates in Bihar are on the target of Naxalites.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X