ઉત્તરાખંડઃ રુડકી લઠ્ઠાકાંડમાં 12નાં મોત, 13 કર્મચારી સસ્પેન્ડ
ઉત્તરાખંડઃ રુડકી લઠ્ઠાકાંડમાં 12નાં મોત, 13 કર્મચારી સસ્પેન્ડ
રૂડકીઃ ઉત્તરાખંડના રૂડકીમાં ઝેરીલો દારૂ પીવાથી 12 લોકોનાં મોત થયાં છે. આ મામલો ભગવાનપુર પોલીસ સ્ટેશનનો છે. મરનાર લોકો બાલૂપુર, બિંદુ ગાંવ અને મલભપુર સર્વોનો છે. આ ઘટના બલ્લૂપુર ગામમાં બની છે. ઘટના બાદ એસએસપી, ડીએમ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અડધા ડઝનથી વધુ લોકોની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી રહી છે.

13 કર્મચારી સસ્પેન્ડ
જ્યારે શાસને આ સમગ્ર મામલામાં લાપરવાહી માટે જવાબદા માનતાં 13 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ઉપરી અધિકારી અર્ચના ગહરબારે બે એક્સાઈઝ ઈન્સ્પેક્ટર સહિત 13ને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે 12 લોકોના મૃત્યુ મામલે પ્રથમ દ્રષ્ટયા ક્ષેત્ર-2 રૂડકી અને જનપદીપ પ્રવર્તન હરિદ્વારમાં તહેનાત આબાકારી નિરીક્ષકો અને અધીનસ્થ સ્ટાફની લાપરવાહી જોવા મળી રહી છે.
ઉત્તર પ્રદેશમાં 10નાં મોત
યૂપીના કુશીનગરમાં પણ ઝેરીલો દારૂ પીવાથી અત્યાર સુધી 10 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે અધિકારી 8 લોકોના મોતની પુષ્ટિ કરી રહ્યા છે, જ્યારે અડધો ડઝન લોકોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. આ મામલામાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથે મુલાકાત લીધી છે. આદિત્યનાથે મૃતકોના પરિજનોને 2-2 લાખ અને હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે તેમને 50-50 હજાર રૂપયાની આર્થિક મદદની ઘોષણા કરી છે.
આ પણ વાંચો- હવે B.Ed અભ્યાસ 2 વર્ષ નહીં પરંતુ 4 વર્ષનો થશે: પ્રકાશ જાવડેકર












Click it and Unblock the Notifications
