For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે B.Ed અભ્યાસ 2 વર્ષ નહીં પરંતુ 4 વર્ષનો થશે: પ્રકાશ જાવડેકર

ગુરુવારે માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે બીએડ કરવા ઇચ્છુક લોકોને જોરદાર ઝાટકો આપ્યો છે. તેમને એલાન કર્યું છે કે આવતા વર્ષથી બેચલર ઈન એજ્યુકેશન (બીએડ) કોર્સને ચાર વરસનો કરી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે બીએડ કરવા ઇચ્છુક લોકોને જોરદાર ઝાટકો આપ્યો છે. તેમને એલાન કર્યું છે કે આવતા વર્ષથી બેચલર ઈન એજ્યુકેશન (બીએડ) કોર્સને ચાર વરસનો કરી દેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે શિક્ષણની ગુણવત્તામાં સુધાર લાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. બે દિવસ સુધી ચાલેલી કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય વિધાલય અને જવાહર નવૉદય વિધાલયના પ્રધાનાચાર્યોને સંબોધિત કરતા તેમને આવું નિવેદન આપ્યું હતી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: 'અબકી બાર 400 પાર, શાહને કૃષ્ણ અને મોદીને અર્જુન ગણાવ્યા'

શુ બોલ્યા પ્રકાશ જાવડેકર?

શુ બોલ્યા પ્રકાશ જાવડેકર?

બે દિવસ સુધી ચાલેલી કોન્ફ્રન્સ પછી માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય વિધાલય અને જવાહર નવૉદય વિધાલયના પ્રધાનાચાર્યોને સંબોધિત કરતા કહ્યું કે આવતા વર્ષથી ચાર વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે. શિક્ષણની ગુણવત્તા નીચે ઉતરી ગઈ છે કારણકે તે ઉમેદવારો માટે છેલ્લો વિકલ્પ હોય છે. આ એક પ્રોફેશનલ પસંદગી હોવી જોઈએ.

બીએડ કરવા માંગતા ઉમેદવારોનું એક વર્ષ બચશે

આ લાગુ થયા પછી બીએડ કરવા માંગતા ઉમેદવારોનું એક વર્ષ બચશે. આવું એટલા માટે કારણકે ચાર વર્ષના આ કોર્સમાં ઇન્ટરમિડિયેટ પછી સીધું એડમિશન લઇ શકાશે. જયારે આ પહેલા ઉમેદવારોએ 3 વર્ષ સ્નાતક કર્યા પછી 2 વર્ષ બીએડ કરવું પડતું હતું. તેવામાં નવી ઘોષણા પછી તેમનો ફાયદો જ થશે. પરંતુ સ્નાતક કરી ચૂકેલા લોકો માટે આ મોટો ઝાટકો છે કારણકે હવે જો તેઓ બીએડ કરવા માંગે છે, તો તેમને બીજા 4 વર્ષ લગાવવા પડશે.

પહેલા બીએડ 1 વર્ષનું હતું

પહેલા બીએડ 1 વર્ષનું હતું

આપને જણાવી દઈએ કે પહેલા બીએડ 1 વર્ષનું હતું પરંતુ થોડા સમય પહેલા તેને 2 વર્ષનું કરી દેવામાં આવ્યું હતું જેનાથી ઉમેદવારો પહેલાથી દુઃખી હતા. પરંતુ હવે આ કોર્સ ચાર વર્ષનો થઇ જવાને કારણે ફક્ત સ્નાતક કરી ચૂકેલા અથવા છેલ્લા વર્ષમાં પહોંચેલા લોકોનું નુકશાન થયું છે, જેઓ આવતા વર્ષે બીએડમા એડમિશન લેવાની તૈયારી કરી રહ્યાં હતા.

English summary
Now B.Ed will be of 4 years not 2 years says prakash javadekar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X