Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાંસદ ખાય છે સૌથી વધુ જવાનીની દવાઓ: ગુલામ નવી આઝાદ

જમ્મૂ, 22 ડિસેમ્બર: કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ગુલાબ નબી આઝાદે એમ કહીને બધાને આશ્વર્યચકિત કરી દિધા છે કે સાંસદોમાં સૌથી વધુ માંગ આયુર્વેદિક દવાઓમાં ઘડપણમાં જવાન દેખાવવાની દવાની છે. શનિવારે જમ્મૂમાં આયોજિત આરોગ્ય મેળામાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ આ રસપ્રદ જાણકારી આપી હતી. તેમને મજાકમાં કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં એક સાંસદે તેમને પ્રશ્ન પૂછ્યો કે સાંસદ કઇ-કઇ આયુર્વેદિક દવાઓ વધુ લઇ રહ્યાં છે.

પછી તેમને મંદ મંદ હસતાં કહ્યું કે એક પોઇન્ટ એવો છે જે હું બધાની સામે નહી બોલું. મેળાનું આયોજન રાજ્યના ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસન અને કેન્દ્રના આયુષ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ અવસર પર કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી સંતોષ ચૌધરી પણ હાજર હતા.

ghulam-nabi-azad

આયુર્વેદિકની પ્રશંસા કરતાં મુખ્યંત્રી ઉમર અબ્દુલા પણ પાછી પાની કરતાં નથી. તેમને પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય જણાવતાં કહ્યું કે તે રોજ શુદ્ધ ગુગલની બે કેપ્સુલ લે છે. આનાથી તેમનું કોલસ્ટ્રોલ એકદમ નિયંત્રણમાં છે. તેમને એલોપૈથી પદ્ધતિ કરતાં આયુર્વેદ પર વિશ્વાસ મૂક્યો છે. ઉમર અબ્દુલાએ હસતાં હસતાં કહ્યું હતું કે હવે મારા પ્ણ બાલ સફેદ થાય છે.

મને લાગે છે કે ઘડપણને દૂર રાખવા માટે મારે પણ આયુર્વેદનો સહારો લેવો પડશે. તેમને કહ્યું હતું કે આ પદ્ધતિથી રાહત લાંબા સમય બાદ થાય છે, પરંતુ સાઇટ ઇફેક્ટ થતી ન હોવાથી સારવાર સારી થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X