For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'જુમલાજીવી', 'તાનાશાહ', 'નૌટંકી' જેવા શબ્દો પર હવે સંસદમાં રોક, જાણો કયા-કયા શબ્દો પર લાગ્યો પ્રતિબંધ

લોકસભા સચિવાલયે અસંસદીય શબ્દો અને ભાવોની યાદી ધરાવતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં સંસદની કાર્યવાહી દરમિયાન અમુક શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થવાનુ છે. જે અગાઉ લોકસભા સચિવાલયે અસંસદીય શબ્દો અને ભાવોની યાદી ધરાવતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં સંસદની કાર્યવાહી દરમિયાન અમુક શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો 'જુમલાજીવી', 'તાનાશાહ', 'નૌટંકી' જેવા ડઝનેક શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં.

rajyasabha

લોકસભા સચિવાલયે અસંસદીય શબ્દો અને અભિવ્યક્તિઓની પુસ્તિકા બહાર પાડી છે. જે મુજબ જુમલાજીવી, બાળ બુદ્ધિ, કોવિડ સ્પ્રેડર અને સ્નૂપગેટ, શરમજનક, દુર્વ્યવહાર, વિશ્વાસઘાતી, ભ્રષ્ટ જેવા શબ્દોને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં અસંસદીય માનવામાં આવશે. આ બુલેટિન એવા સમયે જાહેર કરવામાં આવ્યુ છે જ્યારે 18 જુલાઈથી ગૃહનુ ચોમાસુ સત્ર શરૂ થવાનુ છે.

સાથે જ અરાજકતાવાદી, શકુની, તાનાશાહી, તાનાશાહ, જયચંદ જેવા શબ્દો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બંને ગૃહોમાં ચર્ચા દરમિયાન અથવા અન્યથા વિનાશ પુરુષ, ખાલિસ્તાની અને ખૂન સે ખેતી જેવા શબ્દોનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

આ ઉપરાંત પુસ્તિકામાં નાટક, પાખંડી, અસમર્થ જેવા શબ્દોને બિનસંસદીય જાહેર કરવામાં આવ્યા છે. સત્તાવાદી, જયચંદ, વિનાશ માણસ, બેવડુ ચરિત્ર, નકામો, નૌટંકી, ઢીંઢોરો પીટવો અને બહેરી સરકાર જેવા શબ્દોને પણ બિનસંસદીય ગણવામાં આવશે. સંસદની કાર્યવાહીમાં શબ્દોના ઉપયોગ અંગે જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા 'અસંસદીય શબ્દો 2021' શીર્ષક હેઠળ તૈયાર કરવામાં આવી છે.

English summary
Many words like Jumlajeevi, Taanashah, nautanki were banned in Parliament, know unparliamentary words
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X