માઓવાદીઓએ આપી અક્ષય કુમાર અને સાયનાને ધમકી, કારણ...

Posted By:
Subscribe to Oneindia News

એક ચોંકવનારી ખબર સામે આવી છે. માઓવાદીઓએ ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર અને ભારતીય શટલ ક્વીન સાયના નેહવાલને ધમકી આપી છે કે જો તે નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરશે તો તે વાત તેમના માટે ઠીક નહીં સાબિત થાય. એ એશિયન એજની ખબર મુજબ દક્ષિણ બસ્તર સબ જોનલ બ્યૂરો તરફથી જાહેર થયેલી પ્રસ્તાવનામાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર અને જાણીતી ખેલાડી સાયના નેહવાલને માઓવાદીઓએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તે પીએલજીએ હુમલામાં માર્યા ગયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય કરવાની બંધ કરી દે.

akshay kumar

ઉલ્લેખનીય છે કે સુકમામાં એપ્રિલમાં 25 પોલીસ જવાનોની મોત પછી પીડિત પરિવારોને અક્ષય કુમારે 9-9 લાખ રૂપિયાની અને સાયના નેહવાલે 50-50 હજાર રૂપિયાની સહાય રાશિ આપી હતી. તે પછી પીપુલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી એટલે કે પીએલજીએ અક્ષય અને સાયનાને સહાયતા રાશિ આપવાના પગલાની નિંદા કરી હતી. અને જણાવ્યું હતું કે સીઆરપીએફના આ જવાનો માનવ અધિકારોના દુશ્મન છે. અને તેમને બસ્તરમાં આદિવાસીઓનો ખાતમો કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ લોકોની સહાયતા કરવા બદલ અને તમારી નિંદા કરીએ છીએ. અને બીજી વાર પણ આવી ભૂલ કરી તો તેના પરિણામ ગંભીર આવશે.

English summary
Maoists in Chhattisgarh have condemned actor Akshay Kumar and badminton player Saina Nehwal for giving financial assistance to the families of 12 CRPF men killed in a Maoist ambush in Bhejji in Sukma district in March
Please Wait while comments are loading...