5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ માણી જામનગરની મહેમાનગતિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ માણી જામનગરની મહેમાનગતિ

ગુરુવારે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એરફોર્સના એક કાર્યક્રમમાં હાજર રહેવા માટે ગુજરાતના જામનગર આવી પહોંચ્યા હતા. તેમણે અહીં ભારતીય વાયુસેનાના બે શ્રેષ્ઠ એકમોને પ્રેસિડેન્ડલ સ્ટાન્ડર્ડ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી દેશના 69 લશ્કરી યુનિટોને જ આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત છે. જો કે શુક્રવારે રાષ્ટ્રપતિ પરત દિલ્હી જવા ઉપડી ગયા હતા.

વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું ગુજરાતમાં હજી પણ ચાલે છે છૂત-અછૂત

વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું ગુજરાતમાં હજી પણ ચાલે છે છૂત-અછૂત

ગુજરાત વિધાનસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં ગૃહપ્રધાન રજની પટેલે કબુલ્યું કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 13 તેવા કિસ્સા બન્યા છે જેમાં મંદિરોમાં અનુસુચિત જાતના લોકોને પ્રવેશ ન આપાયો. નોંધનીય છે કે જામનગરના એક મંદિર પર દલિતોના પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા બાદ આ મુદ્દો ઊંચકાયો હતો.

વધુ એક પાટીદાર યુવાને અનામત માટે કર્યો આપધાત

વધુ એક પાટીદાર યુવાને અનામત માટે કર્યો આપધાત

રાજકોટના 36 વર્ષીય પ્રકાશભાઇ શાહીએ ઝેર પીને અનામત માટે આત્મહત્યા કરી લીધી. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે સરકારને સમજ આવે તે માટે હું આત્મહત્યા કરું છું. જો કે આ આપધાતથી સમગ્ર સમાજ અંચભિત છે.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

ચૂંટણી આયોગે આજે તમિલનાડુ, આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પોંડિચેરીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. સાથે જ આ તમામ રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં કુલ 824 વિધાનસભા સીટો પર ચૂંટણી થશે.

જમ્મુના આરએસપુરા મળી આતંકીઓની સુરંગ

જમ્મુના આરએસપુરા મળી આતંકીઓની સુરંગ

ભારતના આંતરાષ્ટ્રીય બોર્ડર પાસે આવેલા આરએસપુરા સેક્ટરમાં ઝીરો લાઇન પાસે લગભગ 15 ફીટ લાંબી એક સુરંગ મળી આવી છે. સુરક્ષા જવાનોના એક ટેક્ટરના ફસાતા આ આખી વાત બહાર આવી છે. ત્યારે આ સુરંગના મળતા પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે.

નથી રહ્યા ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ પીએ સંગમા

નથી રહ્યા ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ પીએ સંગમા

શુક્રવારે, લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ પી એ સંગમાનું હદય રોગના કારણે 68 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે 1988થી 1990 સુધી મુખ્યમંત્રી અને લોકસભા સ્પીકર રહી ચૂક્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમને શ્રદ્ઘાજંલિ આપવા મેધાલય જશે તેવી શક્યતા છે.

ઊર્મિલા માંતોડકરે કરી લીધા છે લગ્ન

ઊર્મિલા માંતોડકરે કરી લીધા છે લગ્ન

પ્રિટી ઝિંટા બાદ મસ્ત મસ્ત ગર્લ ઊર્મીલા માંતોડરે પણ મોહસિન અખ્તર મીર નામના મોડેલ અને બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા છે. નોંધનીય છે કે મોહસિન ઊર્મિલાથી 9 વર્ષ નાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X