For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાપવો પડ્યો શક્તિમાનનો પગ, ભાજપના વિધાયકની થઇ ધરપકડ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાજકોટમાં ઝેર પીધેલા ગૌરક્ષક પૈકી એકનું મોત થતા બંધનું એલાન

રાજકોટમાં ઝેર પીધેલા ગૌરક્ષક પૈકી એકનું મોત થતા બંધનું એલાન

ગુરુવારે, રાજકોટમાં ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે 8 લોકો એ ઝેર ઘોળ્યું હતું. તેમાંથી એક ગૌરક્ષક ગભરૂભાઇનું મોત થતા માહોલ ઉશ્કેરાટભર્યો બની ગયો છે અને ગૌભક્તોએ ગુજરાત બંધનું એલાન આપ્યું છે. બંધમાં કોઈ અઘટિત ઘટના ન બને તે શહેરમાં 1000 થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. જયારે S.R.Pની 4 ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. વધુમાં આ બંધને વિવિધ ગૌ શાળા સંચાલકો અને જીવદયા પ્રેમીઓએ ટેકો જાહેર કર્યો છે. આ બંધના પડઘા અમદાવાદ,ગોંડલ સહિત ગુજરાતભરમાં પડી રહ્યા છે.

ભાવનગરમાંથી 33 લાખના હીરાની ચોરી કરનાર ઝડપાયો

ભાવનગરમાંથી 33 લાખના હીરાની ચોરી કરનાર ઝડપાયો

ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગત 13મીના રોજ હીરાના કારખાનામાં 33 લાખના હીરા અને સવાલાખ રોકડની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. તેમાં કારખાનામાં કામ કરતા અને ચોરી કરનાર પ્રવિણ નામના વ્યક્તિની ધપકડ કરવામાં આવી છે. તેત્રીસ લાખના હીરાની ચોરી બાદ કારખાનાના માલિકે કારનાખામાં કામ કરતા પ્રવીણ સામે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા પ્રવીણને સુરતમાંથી ઝડપી લીધો હતો. જો કે પ્રવીણનો સાગરિત પરેશ પટેલ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પ્રવીણ બારૈયા પાસેથી 33 લાખના હીરા અને રોકડ રકમ તથા ઈકો કાર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોગ્ય વિભાગે આપેલી આર્યનની ગોળી બાદ 50 બાળકો થયા બિમાર

આરોગ્ય વિભાગે આપેલી આર્યનની ગોળી બાદ 50 બાળકો થયા બિમાર

ગારીયાધારના પરવડીમાં પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસણી કેમ્પ અંતર્ગત બાળકોને આર્યનની ટીકડીઓ આપવામાં આવી હતી. ગત બુધવારે પણ શાળાના બાળકોને આર્યનની ટેબલેટ આપવામાં આવી હતી. પરંતુ ટીકડીઓ ગોળી ગળ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. જ્યારે બીજા દિવસે સવારે બાળકો શાળાએ આવ્યા ત્યારે 50 કરતાં વધુ બાળકોના ઝાડા-ઉલ્ટી તેમજ તાવની ફરિયાદ મળતા તંત્ર સાબદૂ કરવામાં આવ્યું હતું.

આર્યન ફિસ્ટની થઇ શાનદાર શરૂઆત રાષ્ટ્રપતિ આપી હાજરી

આર્યન ફિસ્ટની થઇ શાનદાર શરૂઆત રાષ્ટ્રપતિ આપી હાજરી

રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં ભારતીય વાયુસેનાએ આજે આર્યન ફિસ્ટ કાર્યક્રમ દ્વારા શક્તિપ્રદર્શન કર્યું હતું. જેમાં 180થી વધુ વિમાનોએ આકાશી કરતબ બતાવ્યા હતા. વધુમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે તેજસ, મિરાજ અને જેગુઆર જેવા વિમારોએ આસપાસમાં ગ્રામીણોમાં ભારે ઉત્સુકતા જગાવી હતી.

સૂફી ફોરમમાં મોદીએ કહ્યું અમારી લડાઇ આતંકવાદ વિરુદ્ધ છે.

સૂફી ફોરમમાં મોદીએ કહ્યું અમારી લડાઇ આતંકવાદ વિરુદ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં વર્લ્ડ સૂફી ફોરમ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે સૂફી વિચારોને ઇસ્લામની મહત્વપૂર્ણ દેન કહી હતી. અને કહ્યું કે અમારી લડાઇ આતંકવાદ વિરુદ્ઘ છે કોઇ ધર્મ વિરુદ્ધ નથી. વધુમાં મોદી કહ્યું કે અલ્લાહના 99 નામ છે. જેમાં પહેલા બે નામ રહમાન અને રહીમ જે કરુણા અને દયાના પ્રતિક છે આ તમામ 99 નામોમાંથી કોઇ પણ હિંસા સાથે નથી જોડાયો.

કાપવો પડ્યો શક્તિમાનનો પગ, ભાજપના વિધાયકની થઇ ધરપકડ

કાપવો પડ્યો શક્તિમાનનો પગ, ભાજપના વિધાયકની થઇ ધરપકડ

ભાજપના પ્રદર્શન દરમિયાન ધાયલ થયેલા શક્તિમાન ઘોડાનો પગ છેવટે કાપવો પડ્યો. જો કે તેના પગને લાઠીથી મારવાના આરોપી તેવા ભાજપાના વિધાયક ગણેશ જોશીની પોલિસે ધરપકડ કરી છે. ત્યાં જ ગણેશની ધરપકડ પર ભાજપ નેતા અજય ભટ્ટે કહ્યું કે તે સદનના એક સન્માનિત વિધાયક છે તેમ છતાં તેમની ધરપકડ એક ગુંડાની જેમ કરવામાં આવી છે.

વિરાટ કહોલી કહ્યું દેહરાધૂનમાં ધોડો જોડે જે થયું તે નિંદનીય છે

શક્તિમાન ધોડોની ખબર દેશ વિદેશમાં જ્યાં બધાનું ધ્યાન ખેચ્યું છે ત્યાં જ જાણીતા ક્રિકેટર વિરાટ કહોલીએ પણ ટ્વિટ કરીને આ ધટનાની નિંદા કરી છે. વિરાટે કહ્યું કે એક સુંદર અને અબોલ પશુ પર કરેલા હુમલાની ખબર સાંભળીને હું હેરાન અને નિરાશ છું. આથી વધુ કાયરતા શું હોઇ શકે? વધુમાં શક્તિમાન ધોડો જલ્દી જ ઠીક થઇ જાય તે માટે તેણે લોકોને પ્રાર્થના પણ કરવાનું કહ્યું છે.

ઇડીએ માલ્યાને 2 એપ્રિલ સુધી હાજર થવા માટે સમય આપ્યો

ઇડીએ માલ્યાને 2 એપ્રિલ સુધી હાજર થવા માટે સમય આપ્યો

બેંકો જોડેથી 9 હજાર રૂપિયાનું દેવું લઇ ચૂકેલા વિજય માલ્યાને ઇડીએ બે એપ્રિલના રોજ હાજર રહેવાનું કહ્યું છે. પહેલા માલ્યાને 18 માર્ચે હાજર થવાનું હતું પણ માલ્યા દ્વારા વધુ સમય મંગાતા હવે તેને 2 એપ્રિલ સુધી સમય આપવામાં આવ્યો છે.

સુરતનું રેલ્વે સ્ટેશન, દેશનું સૌથી સાફ રેલ્વે સ્ટેશન

સુરતનું રેલ્વે સ્ટેશન, દેશનું સૌથી સાફ રેલ્વે સ્ટેશન

ગુજરાત માટે શાનની વાત એ છે કે દેશના સૌથી સાફ રેલ્વે સ્ટેશન સુરત રેલ્વે સ્ટેશનનું નામ સૌથી પ્રથમ આવ્યું છે. અને તેને દેશના સૌથી સાફ રેલ્વે સ્ટેશનનો ખિતાબ મળ્યો છે. જોકે સુરત સાથે વડોદરા અને રાજકોટના પણ સ્ટેશનોને સ્વચ્છ સ્ટેશનોમાં નામ મળ્યું છે. જો કે સૌથી ગંદા સ્ટેશનમાં પુણેનું નામ આવ્યું છે.

ભારતના નક્શો પર મુસ્લિમોએ લોહીથી લખ્યું

ભારતના નક્શો પર મુસ્લિમોએ લોહીથી લખ્યું "ભારત માતાની જય"

"કોઇ મારા ગળા પર છરી મૂકશે તો પણ હું ભારત માતાની જય નહીં બોલું" ઓવૈસીના આ નિવેદન બાદ સંસદમાં જાવેદ અખ્તર જ્યાં વિરોધ નોંધાવ્યો ત્યાં જ મુસ્લિમ સંગઠનોએ પણ આ વાતનો વિરોધ કર્યો. યુપીના મેરઠમાં ગુરુવારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ બચ્ચા પાર્ક ખાતે ભારત માતાની જયના નારા લગાવ્યા અને ભારતના નક્શા પર પોતાના લોહીથી ભારત માતાની જય લખ્યું. ઓવૈસીના નિવેદનનો વિરોધ કરતા તેમણે કહ્યું કે તે ભારત માટે પોતાની જાન પણ આપી શકે છે. અને ભારત માતાની જય કહેવું અમારું કર્તવ્ય અને ઉત્તરદાયિત્વ છે.

અલ્પેશ ઠાકોરની બહુચરાજીમાં જનતા રેડ

અલ્પેશ ઠાકોરની બહુચરાજીમાં જનતા રેડ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને અઢારની તારીખની આપેલી સમયમર્યાદા પૂર્ણ થતા ઠાકોરસેના ઉત્તર ગુજરાતના બહુચરાજી ખાતેથી જનતારેડ પાડવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર અને અન્ય કાર્યકર્તાઓ બુટલેગર મામી ઉર્ફે રમીલાબેનના ઘેર પહોંચ્યા હતા અને અલ્પેશ ઠાકોરે બુટલેગરને દારૂ બંધ કરવા અપીલ પણ કરી. ત્યારે બુટલેગર રમીલાબહેને કહ્યુ હતું કે તેઓ જો કોઈ અન્ય વ્યવસાયની તક મળે તો દારૂનો ધંધો બંધ કરવામાં વાંધો નથી.

અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો સાગરિત નદીમ વડોદરાથી ઝડપાયો

અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો સાગરિત નદીમ વડોદરાથી ઝડપાયો

છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો અંડર વર્લ્ડ ડોન છોટા શકીલનો સાગરિત નદીમ મિસ્ત્રી વડોદરાથી ઝડપાયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અંડલવર્લ્ડ ડોન છોટા શકીલનો સાગરિત નદીમ રસૂલ મિસ્ત્રી વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતો હોવાની માહિતીને પગલે મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી. ભાડા કરારના આધારે પોલિસને વડોદરાના તાંદલજા વિસ્તારમાં ભાડે રહેતા નદીમના સગડ મળતા પોલિસે તેને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમબ્રાંચને હવાલે કર્યો હતો. પોલીસને આશા છે કે નદીમ પાસેથી છોટા શકીલને લગતી વધારે વિગતો બહાર આવશે.

ઓખાના દરિયામાં બોટમાં 150 કિલોનો કેમેરા મળી આવતા આશ્ચર્ય

ઓખાના દરિયામાં બોટમાં 150 કિલોનો કેમેરા મળી આવતા આશ્ચર્ય

ગુજરાતમાં આંતકવાદી ઘૂસ્યા હોવાની માહિતી બાદ સતત સતર્કતા રાખવામાં આવી રહી છે. ત્યારે ઓખના દરિયામાં 85 નોટિકલ માઇલ દૂર જામ સલાયા પાસે અલ સબીર પિયા નામની બોટને દરિયામાં 150 કિલોનો કેમેરા મળી આવતા માછીમારોએ તે કેમેરા પોલીસને સુપ્રત કર્યો હતો. આટલો વનજદાર કેમેરા જોતા અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. જોકે તપાસ બાદમાં કેમેરા ઓનજીસીના ઓઇલ દ્વારા તેલ સંશોધન માટેનું હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ઓનએનજીસીએ આ કેમેરાની માલિકીના પુરાવા રજૂ કરીને કેમેરાની માલિકી લીધી હતી.

ગૌરક્ષકની મોતને પગલે સૌરાષ્ટ્રમાં પડ્યા ગંભીર પડઘા.

ગૌરક્ષકની મોતને પગલે સૌરાષ્ટ્રમાં પડ્યા ગંભીર પડઘા.

ગૌમાંસ પર પ્રતિબંધ અને ગાયને રાષ્ટ્રીયમાતા જાહેર કરવાના મુદ્દે એક ગૌરક્ષકનું મોત થતા અપાયેલા બંધના સૌરાષ્ટ્રમાં ગંભીર પડઘા પડ્યા છે. ગોંડલ, રાજકોટ, જસદણ, ભાવનગર જેવા જુદા જુદા સ્થળે બંધને સંપૂર્ણ તો ક્યાંક આંશિક ટેકો મળ્યો હતો. ભાવનગરની મુખ્ય બજારમાં બંધને સફળ બનાવવા માટે મોતીબાગ ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ગૌરક્ષકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતો. જેમની પોલીસે અટકાયત કરી હતી. ગોંડલમાં પણ આ બંધને સમર્થન આપવામાં આવ્યું છે. બજરંગ દળ, વિશ્વહિંદુ પરિષદ અને ગૌ સેવા મંડળ દ્વારા રેલીનું આયોજન કરી, ગોંડલની બજાર બંધ કરાવવામાં આવી હતી.

આનંદીબહેને ગાંધીનગરમાં કર્યું ખેડૂત મહાસંમેલનનું આયોજન

આનંદીબહેને ગાંધીનગરમાં કર્યું ખેડૂત મહાસંમેલનનું આયોજન

ચૂંટણીના ધમધમાટને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે હવે ખેડૂતોની બજેટ જોગવાઈ તેમના સુધી પહોંચે તે માટે ખેડૂત મહાસંમેલન આયોજિત કરવાનું નક્કી કર્યું છે. તેના પગલે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તથા વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ ભાજપી નેતાઓની હાજરીમાં ખેડૂત સંમેલનની શરૂઆત થઈ હતી. આ પ્રકારના આઠ સંમેલન આયોજિત થવાના છે જેમાં આજે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં કાર્યક્રમ કરવામાં આવશે.

English summary
Bullet news of March 18. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X