પઠાણકોટ હુમલાની તપાસ માટે આવેલી પાક. ટીમ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

NIA મુખ્યાલય પહોંચી પઠાણકોટ હુમલાની તપાસ માટે આવેલી પાક. ટીમ

NIA મુખ્યાલય પહોંચી પઠાણકોટ હુમલાની તપાસ માટે આવેલી પાક. ટીમ

પાકિસ્તાન સરકાર દ્વારા પઠાણકોટ હુમલાની તપાસ કરવા માટે આવેલી 5 સદસ્યોની વિશેષ ટીમ આજે સવારે દિલ્હીના એનઆઇએના મુખ્યાલય પહોંચી હતી. જ્યાં એનઆઇએના અધિકારીઓ અને પાકિસ્તાની જેઆઇટી સદસ્યોની વચ્ચે વાતચીત ચાલુ છે. કેન્દ્ર સરકારે કહ્યું જ્યારે ભારતથી પણ એક તપાસ દળ પાકિસ્તાન જશે ત્યારે ત્યાં પણ તેમને આવો જ સહયોગ મળે તેવી આશા છે. વધુમાં તેમણે કહ્યું કે આશા સેવીએ છીએ કે આ ટીમ પુરાવાના આધારપર પઠાણકોટ હુમલો પાકિસ્તાનમાં જ પૂરા પ્લાનિંગ સાથે થયો હતો અને આ તમામ વ્યક્તિઓ પણ પાક. નાગરિકો જ હતા તે વાત સ્વીકારે.

અરુણ જેટલીએ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર ઉઠાવ્યો સવાલ

અરુણ જેટલીએ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર ઉઠાવ્યો સવાલ

દેશના બન્ને પ્રદેશો અરુણાચલ પ્રદેશ અને ઉત્તારાખંડ આવેલા રાજકીય સંકટને જોતા ભાજપે કોંગ્રેસ પર નિશાનો સાંધ્યો છે. ભાજપના નેતા અરુણ જેટલીએ કહ્યું કે દેશની રાજનીતિ પર લગભગ 6 દાયકાથી રાજ કરનારી અને 50 વર્ષો સુધી સત્તામાં રહેનારી કોંગ્રેસ ધીરે ધીરે વધુમાં વધુ પરાજયની તરફ જઇ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે મુખ્યધારાની પાર્ટી નથી મનાતી વળી આજકાલ કે સરકારના કામમાં દખલ કરનારી સરકાર તરીકે જ જોવા મળે છે.

કોકિલાબેને સ્વીકાર્યો ધીરુભાઇનું પદ્મ સન્માન પુરસ્કાર

કોકિલાબેને સ્વીકાર્યો ધીરુભાઇનું પદ્મ સન્માન પુરસ્કાર

રાષ્ટ્રપતિ ભવનમાં રાજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 56 હસ્તીઓને પદ્મ પુરસ્કારની સન્માનિત કર્યા. જેમાં જાણીતા બિઝનેસમેન ધીરુભાઇ અંબાણી પણ હતા. ત્યારે તેમનું આ સન્માન લેવા માટે તેમની પત્ની કોકિલાબેન રાષ્ટ્રપતિ ભવનમાં હાજર રહ્યા હતા. અને કોકિલાબેન ધીરુભાઇ વતી આ સન્માન પુરસ્કાર પ્રાપ્ત કર્યું હતું.

અનુપમ ખેરથી લઇને શ્રીશ્રી રવિશંકરે સ્વીકાર્યો પુરસ્કાર

અનુપમ ખેરથી લઇને શ્રીશ્રી રવિશંકરે સ્વીકાર્યો પુરસ્કાર

રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે 56 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. ત્યારે આ પ્રસગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપ રાષ્ટ્રપતિ હામીદ અંસારી પણ હાજર રહ્યા હતા. વધુમાં અનુપમ ખેર અને શ્રી શ્રી રવિશંકર પણ આ પુરસ્કાર લેવા માટે હાજર રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X