• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આસારામ કેસમાં સાક્ષીઓની હત્યાનો આરોપી કાર્તિક રાજકોટમાં

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાટીદાર એકતા યાત્રાના બીજા તબક્કાનો સુરતથી પ્રારંભ

પાટીદાર એકતા યાત્રાના બીજા તબક્કાનો સુરતથી પ્રારંભ

સિદસરથી શરૂ થયેલી પાટીદાર એકતા યાત્રા 33 દિવસનો પ્રવાસ કરી 1440 ગામડાઓમાં ફરી છે આજે આ રથ સુરત પહોંચશે. જેમાં વ્યસન મુક્તિ અને અનામત અંદોલન માંગ મુખ્ય રહી હતી. તેમજ હાર્દિક અને તેના સાથીદારોને જેલ મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે સાથે સાથે આ યાત્રાના સુપરતથી શરૂ થતા બીજા તબક્કામાં અનામત અંદોલન લડાઈ 2017 સુધી ચલાવવાની તૈયારીઓ થઇ રહી છે , જેના ભાગ રૂપે હવેનો મુકામ સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત રહેવાનું છે પાટીદાર એકતા યાત્રા રથને લાજપોર જેલ સુધી રથ ને લઇ જવાશે . સાથે હાર્દિક અને તેના સાથીદારો રથના દર્શન કરે તે માટે પણ ખાસ મંજૂરી મેળવવા પાસના કાર્યકરોએ તૈયારી બતાવી છે.

આસારામ કેસમાં સાક્ષીઓની હત્યાનો આરોપી કાર્તિક રાજકોટમાં

આસારામ કેસમાં સાક્ષીઓની હત્યાનો આરોપી કાર્તિક રાજકોટમાં

આસારામ કેસમાં સાક્ષીઓની હત્યાના આરોપી કાર્તિકને રાજકોટ લાવવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમની ટીમ કાર્તિકને લઇને રાજકોટ પહોંચી ચૂકી છે રાજકોટમાં અમૃત પ્રજાપતિ પર ગોળીબાર કરી તેની હત્યા કરવાના કેસમાં તપાસ માટે સીઆઇડીની ટીમ તેને લઇને રાજકોટ પહોંચી છે. કાર્તિકને આજે કોર્ટમાં રજૂ કરાશે.અમૃત પ્રજાપતિ હત્યા કેસમાં બે શાર્પ શૂટર હતા. જે પૈકી એક કાર્તિક છે.

ગોધરામાં જમિયતે ઉલ્મા એ હિન્દનું અખિલ ગુજરાત અધિવેશન યોજાયું

ગોધરામાં જમિયતે ઉલ્મા એ હિન્દનું અખિલ ગુજરાત અધિવેશન યોજાયું

ગોધરામાં જમિયતે ઉલ્મા એ હિન્દનું અખિલ ગુજરાત અધિવેશન યોજાયું હતું. જેમાં સ્વામી અગ્નિવેશ અને મોલાના મેહમુદ મદની ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અધિવેશનમાં રાજ્યભરના તમામ ધર્મ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં કોમી એકતા, સદભાવના,બંધારણ અને લોકશાહીનું મૂલ્યાંકન, દેશના તમામ ધર્મના લોકોનો વિકાસ અને સૌને સમાન તકો જેવા મુદ્દાઓ પર જોર આપવામાં આવ્યું હતું. ગોધરામાં પ્રથમવાર યોજાયેલા આ પ્રકારના કાર્યક્રમમાં એવી આશા વ્યક્ત ક રવામાં આવી હતી કે કોમ વચ્ચે જે આજે જે તનાવ વધ્યો છે તેમાં આ પ્રકારના કાર્યક્ર્મથી ભાઈચારો વધશે.

ડીસામાં સીએમ આનંદીબહેને મહિલાઓને નિશુલ્ક તબીબી સારવારની કરી જાહેરાત

ડીસામાં સીએમ આનંદીબહેને મહિલાઓને નિશુલ્ક તબીબી સારવારની કરી જાહેરાત

રાજ્યમાં પંચાયતોની ચૂંટણીમાં ભાજપની હાર બાદ રાજ્ય સરકારે ખેડૂતોને મનાવવાના ઉદેશ્ય સાથે જિલ્લામાં કિસાન સંમેલન યોજી રહી છે તેમાં બનાસકાંઠા અને પાટણ એમ બન્ને જિલ્લાના સંયુક્તપણે તથા અંતિમ સંમેલન ડીસા ખાતે યોજાયું હતું. સરકારે આ વખતના બજેટમાં પશુપાલન પ્રવૃતિને વેગ મળે તે માટે બહેનોને 1 લાખ ગાય આપવાની જોગવાઇ પણ કરી છે. તે બાબત સીએમે ઉલ્લેખી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી હતી કે, ગુજરાતમાં કોઇપણ મહિલાને બ્રેસ્ટ કેન્સર કે ગર્ભાશય કેન્સર જેવી બિમારીમાં તમામ સારવાર વિના મૂલ્યે અપાશે.

કાગવડમાં પાવર ઓફ પાટીદારનો મુહ્રૂત શોટમાં હાર્દિકે આપી તેજાબી સ્પીચ!

કાગવડમાં પાવર ઓફ પાટીદારનો મુહ્રૂત શોટમાં હાર્દિકે આપી તેજાબી સ્પીચ!

'ભીખ નહી હક માંગુ છું. પાટીદાર છું, ભિખારી નહી. ગામના સરપંચથી માંડીને દિલ્હીની સરકાર સુધી પાટીદાર છે, પણ શરમ આવે છે કે એક પાટીદારને જ હાથ લંબાવવો પડે છે. પણ હવે આ નહિ ચાલે. હવે અનામત લઈને જ રહીશું. સરકાર કે કોઈ પણ થાય એ કરી લે. જય પાટીદાર, જય સરદાર. આ સંવાદ પાવર ઓફ પાટીદારની ફિલ્મનો મહૂરત શોટ હતો. જેમાં હાર્દિકે નહીં પરંતુ હાર્દિકનું પાત્ર ભજવતા સંજયે હાર્દિકની જીએમડીસીની સ્પીચ પર શોટ આપ્યો હતો. આ ફિલ્મ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બની ગયેલા હાર્દિકના જીવન પર આધારિત છે. ફિલ્મના પ્રોડ્યુસર દિપક પટેલે જણાવ્યું હતું કે પાસના લીડર્સની હાજરીમાં આ મુર્હૂત શોટ લેવાનો આનંદ છે. આ રેલીના સીનને અમે અહીં શૂટ કર્યો હતો.

અબડાસામાં પશુધનની દયનીય હાલત,ભૂખ હડતાળ ઉતર્યો સંચાલકો

અબડાસામાં પશુધનની દયનીય હાલત,ભૂખ હડતાળ ઉતર્યો સંચાલકો

કચ્છના સરહદી વિસ્તાર લખપત અબડાસામાં પશુધનના ઘાસચારાની તથા પાણીની અછત સર્જાઈ છે. જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ નિર્ણય ન આવતા અબડાસાની પાંચ પાંજરાપોળના સંચલાકો ભૂખ હડતાળ ઉપર બેઠા છે. અબડાસા લખપતની પાંચ પાંજરાપોળના સંચાલકો પશુધન માટેના ઘાસચારા તથા પાણીની અછતના મુદ્દે પ્રશ્નનો ઉકેલ ન આવતા ભુજ કલેકટર ઓફીસ સામે અચોકસ મુદતની હડતાલ ઉપર બેઠા છે.

ગાંધીનગર વિધાનસભામાં મુખ્યમંત્રીના રાજીનામા સાથે હોબાળો મચાવતા કોંગ્રેસી સસ્પેન્ડ

ગાંધીનગર વિધાનસભામાં મુખ્યમંત્રીના રાજીનામા સાથે હોબાળો મચાવતા કોંગ્રેસી સસ્પેન્ડ

ગાંધીનગરમાં ચીલી રહેલા વિધાનસભાના સત્રમાં આજે અનાર પટેલના કથિત જમીન કૌભાંડ તથા અનામત આંદોલન મુદ્દો કોંગ્રેસ દ્વારા હોબાળો મચ્યો હતો. ગૃહમાં કોંગ્રેસી કાર્યકરોએ હોબાળો મચાવતા તમામ ધારાસભ્યોને ગૃહના અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા. વિપક્ષ કોંગ્રેસે હોબાળો મચાવવાની સાથે પોસ્ટર પ્રદર્શન અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી આનંદીબેહન પટેલના રાજીનામામની માંગણી સાથે વોલમાં ધસી ગયા હતા પરિણામે ગૃહના અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન પર કોર્ટે લગાવી રોક

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન પર કોર્ટે લગાવી રોક

ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાજનૈતિક સંકટ પર નૈનીતાલ હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે રાષ્ટ્રપતિ શાસન પર રોક લગાવી દીધી છે. કોર્ટે 9 નિલંબિત વિધાયકોનું સસ્પેન્શન પણ પાછું લઇ લીધુ છે. અને તેમને સદનમાં મત આપવાનો અધિકાર પણ આપ્યો છે. જે બાદ ઉત્તરાખંડમાં કોંગ્રેસે સદનમાં 31 માર્ચ સુધુમાં પોતાનો બહુમત સાબિત કરવાનો રહેશે. જેના કારણે હરીશ રાવતની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે બાગી વિધાયકો હરીશ રાવતની તરફેણમાં વોટ કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.

પાકિસ્તાનની ટીમે પઠાણકોટ એરબેઝની મુલાકાત લીધી

પાકિસ્તાનની ટીમે પઠાણકોટ એરબેઝની મુલાકાત લીધી

પઠાણકોટ એરબેઝ પર આજે પાકિસ્તાનની આવેલી તપાસ કમીટી પહોંચી હતી. જો કે પાકિસ્તાની ટીમને ટેકનીકલ એરિયાથી દૂર રાખવામાં આવી છે. વધુમાં પાકિસ્તાન ટીમના અમૃતસર આવવા બાદ સ્થાનિકોએ તેમની હાજરીનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાનનું કહેવું છે કે તેણે આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે.

Ind/Aus મેચ દરમિયાન કૂતરાના ભસવાના કારણે યુવકની ગયા પ્રાણ

Ind/Aus મેચ દરમિયાન કૂતરાના ભસવાના કારણે યુવકની ગયા પ્રાણ

ગત રવિવારે ભારત ઓસ્ટ્રિલિયાની વચ્ચે ચાલી રહેલી મેચ વખતે બેંગલોરના જેસી નગરમાં કૂતરાના ભસવાના કારણે કૂતરાના માલિક જોન કેનેડી સાથે મૃતક અવિનાશ જોનાથનના પરિવાર વચ્ચે ઝગડો થઇ ગયો. જેમાં યુવકથી બદલો લેવા માટે કેનેડીએ અવિનાશ પર સર્જિકલ નાઇફથી હુમલો કર્યો હતો. જેના કારણે અવિનાશની મોત થઇ ગઇ છે. ત્યારે ક્ષણિક ક્રોધે વધુ એક વ્યક્તિના પ્રાણ લીધા હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે.

બ્રસેલ્સ હુમલામાં ખોવાયેલા ઇન્ફોસિસ કર્મચારી રાધવેન્દ્રનું થયું મોત

બ્રસેલ્સ હુમલામાં ખોવાયેલા ઇન્ફોસિસ કર્મચારી રાધવેન્દ્રનું થયું મોત

બ્રસેલ્સ હુમલા બાદ ખોવાયેલા રાધવેન્દ્ર ગણેશનની મોતના ખબર બ્રસેલ્સથી આવ્યા છે. જે પર વિદેશ મંત્રાલયે પણ પૃષ્ટિ આપી છે. હવે બ્રસેલ્સથી રાધવેન્દ્રનું શબ ભારત લાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાદ ટ્વિટ કરીને આ ધટના માટે શોક વ્યક્ત કર્યો છે.

મોદી ઉપડ્યા ત્રણ દેશોના પ્રવાસ પર, સૌથી પહેલા જશે બ્રસેલ્સ

મોદી ઉપડ્યા ત્રણ દેશોના પ્રવાસ પર, સૌથી પહેલા જશે બ્રસેલ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ત્રણ દિવસના વિદેશ પ્રવાસ અંતર્ગત બેલ્જિયમ, અમેરિકા અને સાઉદી અરબની મુલાકાતે ઉપડ્યા છે. જેમાં તે સૌથી પહેલા બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ જશે. અહીં તે ભારતીય યુરોપીય સંધની શિખર બેઠકમાં હાજરી આપશે. પછી બેલ્જિયમના નેતા ચાર્લ્સ મિચેલને મળશે. અને ત્યાર બાદ અમેરિકા અને સાઉદી અરબ જશે.

English summary
Bullet news of March 29. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more