For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિઠ્ઠલ રાદડિયા સામે ફરિયાદ નોંધવા હાઇકોર્ટનો આદેશ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દાહોદમાં ગોળ ગધેડાનો પારંપરિક મેળામાં જોડાયા વિદેશી પ્રવાસીઓ

દાહોદમાં ગોળ ગધેડાનો પારંપરિક મેળામાં જોડાયા વિદેશી પ્રવાસીઓ

આદિવાસીઓની પરંપરા અને તહેવારો અલગ જ મિજાજ ધરાવે છે. દાહોદ આદિવાસીઓમાં હોળી પછી યોજાતો ગોળ ગધેડાનો મેળો આવો જ એક મેળો છે જેને જોવા માટે પ્રવાસીઓ રાહ જોતા હોય છે. દાહોદમાં યોજાતા ગોળ ગધેડાના યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે તેમ છતાય યુવકો હિંમત દાખવીને શમી વૃક્ષના ઝાડની ટોચ પર બાંધેલી ગોળની પોટલી મેળવી લે છે. જે યુવક પોટલી મેળવવામાં સફળ રહે છે તેને તેની ગમતી યુવતી સાથે લગ્ન કરવા મળે છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં આદિવાસી નૃત્યુ અને ઢોલ તહેવારની મઝા વધારે છે.

ઇડર તથા રડોદરામાં ચારો ખાધા ફૂડ પોઇઝનિંગથી 3 ગાયોનું મોત 250થી બિમાર

ઇડર તથા રડોદરામાં ચારો ખાધા ફૂડ પોઇઝનિંગથી 3 ગાયોનું મોત 250થી બિમાર

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલા કડિયાદરા તથા અરવલ્લીના બાયડ તાલુકાના રડોદરા ગામે મંગળવારે રાતે એકસાથે 250 કરતા વધુ ગાયોને ફૂડ પોઇઝનિંગ થવાન ઘટના સામે આવી છે. જેના કારણે પશુપાલકો દોડતા થઇ ગયા હતા. પશુઓને આપવામાં આવતાં ખોરાક સાબરદાણાં કોઇ ખરાબી આવતાં 250થી વધારે ગાયોને ફૂ઼ડ પોઇઝેનિંગ થઇ ગયું હતું. વધુમાં હાલમાં 3 ગાયોનું આ કારણે મોત થયું હોવાનું પણ બહાર આવ્યું છે.

વિઠ્ઠલ રાદડિયા સામે ફરિયાદ નોંધવા હાઇકોર્ટનો આદેશ

વિઠ્ઠલ રાદડિયા સામે ફરિયાદ નોંધવા હાઇકોર્ટનો આદેશ

ધોરાજી શહેરમાં 2015ના વર્ષમાં દુકાનદારને માર મારવાના કેસમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા સહિત અન્યો સામે ફરિયાદ નોંધી તે અંગેનો અહેવાલ રજૂ કરવા માટે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ રાજકોટ રેન્જ આઇજીને આદેશ આપ્યા હતા. ધોરાજીમાં રાજેશ મહેતા નામના વ્યકિતને ઢોર માર મારવાના કેસમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને તેના સાથીઓ સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

કચ્છની બોર્ડર પાસેથી મળ્યું પાક. કનેક્શન,સુરક્ષા એજન્સીઓ બની સતર્ક

કચ્છની બોર્ડર પાસેથી મળ્યું પાક. કનેક્શન,સુરક્ષા એજન્સીઓ બની સતર્ક

કચ્છના સિયોતની કોતરોમાં મંગળવારે ટ્રાન્સમમિશનના સિગ્નલ મળ્યા છે. આ સેટેલાઈટ ફોનના સિગ્નલ હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ થુરિયા ફોનના સિગ્નલ છે. આ સિગ્નલ કોઈ પ્લેનમાંથી ટ્રેસ થયાનું અનુમાન છે. અને થુરિયા સેટેલાઇટ ફોનથી બે વખત થયેલી વાતચીતના સિગ્નલ પકડાતાં પોલીસ સહિતની એજન્સીઓ સતર્ક બની છે. વધુમાં પોલીસે જણાવ્યું છે કે આ ફોનથી પાકિસ્તાનમાં ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જે બાદ લખપત તાલુકાના 20 લોકોની પૂછપરછ કરી છે, જેમાંથી ચાર લોકોને વધુ તપાસાર્થે ભુજ લઈ જવામાં આવ્યા છે.

પાક. મરીને ફરી કર્યું ગુજરાતી માછીમારું અપહરણ 36 માછીમારોને ઉઠાવ્યા

પાક. મરીને ફરી કર્યું ગુજરાતી માછીમારું અપહરણ 36 માછીમારોને ઉઠાવ્યા

પોરબંદર જળસીમા પરથી ફરી કેટલાક માછીમારોને પાકિસ્તાની મરીન દ્વારા બળજબરીપૂર્વક ઉઠાવી લેવામાં આવ્યા હોવાનો અહેવાલ મળ્યો છે. જે મુજબ પોરબંદરના 36 માછીમારો અને 6 ભારતીય બોટોને પાકિસ્તાન મરીને ઉઠાવી ગઇ છે. નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી આવા કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે.

બેલ્જિયમ પહોંચ્યા નરેન્દ્ર મોદી, એરપોર્ટ થયું ભવ્ય સ્વાગત

બેલ્જિયમ પહોંચ્યા નરેન્દ્ર મોદી, એરપોર્ટ થયું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસની વિદેશ યાત્રા અંતર્ગત બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા હતા. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વધુમાં એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે મોદી અહીં ઇન્ડો-ઇયુ સમિટમાં ભાગ લેશે.

ગાંધીનગરમાં મનપાની ચૂંટણીનો ધમધમાટ શરૂ

ગાંધીનગરમાં મનપાની ચૂંટણીનો ધમધમાટ શરૂ

ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે 24 એપ્રિલના રોજ યોજાનારા મતદાનમાં મતદાતાઓ ભાજપ કે કોંગ્રેસ વોટ આપે છે તે માટે બન્ને પાર્ટીઓ દ્વારા વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં જે રીતે કોંગ્રેસે ભાજપને અનાર પટેલ જમીનના મુદ્દે ભીંસમા લીધી છે તેમજ પાટીદાર આંદોલન મુદ્દે ગાંધીનગરની ચૂંટણીમાં રાજકીય ગરમાવો સ્પષ્ટ જોવા મળે છે. બીજી બાજુ ગાંધીનગરને ઝડપીથ વાઇફાઇ સિટી જાહેર કરવાના પોસ્ટર પણ શહેરમાં લગાવી દેવામાં આવ્યા છે.

અમદાવાદ પહોંચ્યા માતા અમૃતા આનંદમયી અમ્મા

અમદાવાદ પહોંચ્યા માતા અમૃતા આનંદમયી અમ્મા

અમદાવાદના એજ્યુકેશન ગ્રાઉન્ડમાં માતા અમૃતાનંદમયી દેવીના ધ્યાન, સત્સંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં અમ્માના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અમ્માએ પણ પોતાના ભકતજનોને વ્હાલથી ગળે લગાડતા સત્સંગમાં ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી દ્વારા માતા અમૃતાઆનંદમયીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

બાઇકના એક હજાર રૂપિયા માટે લીધો મિત્રનો જીવ

બાઇકના એક હજાર રૂપિયા માટે લીધો મિત્રનો જીવ

રાજકોટની આજી વસાહતમાં રહેતા યુવાનની હત્યામાં થોરાળા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા મુજબ આરોપી હર્ષદ મહેતાને શન્નીનાં ભાઇ પાસેથી બાઇકનાં એક હજાર રૂપિયાના લેણા બાકી હતા. જેની ઉઘરાણી કરવા જતા ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઇને હર્ષદ મહેતા, અરવિંદ મહેતા, ગૌતમ મહેતા અને અન્ય બે સગીર પાંચેય આરોપીઓએ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં ચેતન રબારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.

અમદાવાદ-વડોદરા હાઇવે પર ગોઝારા અકસ્માતમાં 8 ઇજાગ્રસ્ત

અમદાવાદ-વડોદરા હાઇવે પર ગોઝારા અકસ્માતમાં 8 ઇજાગ્રસ્ત

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે ઉપર મોડી રાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું જ્યારે 8 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરતથી કડી તરફ જઈ રહેલી બસ જ્યારે ખેડાથી પાંચ કિલોમીટર દૂર હતી ત્યારે ડ્રાઇવરે દ્વારા બસ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં બસ સીધી ટ્રક સાથે ભટકાઇ હતી. જેમાં ડ્રાઇવરનું બસ અને ટ્રક વચ્ચે ફસાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું.

પુત્રને જન્મ

પુત્રને જન્મ

સલમાન ખાનની બહેન અર્પિતા ખાને આજે પુત્રને જન્મ આપ્યો છે. આયુષ શર્મા અને અર્પિતાએ તેમના બાળકનું નામ આહિલ રાખ્યું છે. ત્યારે આ પ્રસંગે સમગ્ર ખાન અને શર્મા પરિવાર હાજર રહ્યું હતું.

English summary
Bullet news of March 30. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X