For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહીદ કર્નલ સંતોષ બાબૂની માએ કહ્યું- એકમાત્ર દીકરો ગુમાવવાનું દુખ પણ તેનાથી વધુ ગર્વ

હિંસક અથડામણઃ શહીદ કર્નલ સંતોષ બાબૂની માએ કહ્યું- એકમાત્ર દીકરો ગુમાવવાનું દુખ પણ તેનાથી વધુ ગર્વ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત-ચીન સેના વચ્ચે સમવારે હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઇ ગયા છે. ભારતીય સૂત્રો મુજબ આ હિંસક અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન થયું છે, તેમના 43 સૈનિકો ઠાર મરાયા છે અથવા ત ગંભીર રૂપે ઘાયલ થયા છે. આ ઘટના બાદ આવેલ શરૂઆતી રિપોર્ટમાં ભારતીય સેનાના કર્નલ બી. સતોષ બાબૂ સહિત 2 જવાનો શહીદ થયા હોવાની જાણકારી હતી. પરંતુ મંગળવારે રાત સુધી ભારતીય સેાએ સીમા પર ચીની સૈનિકો સાથે થયેલ અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા હોવાની પુષ્ટિ કરી છે.

santosh babu

દીકરાની શહાદત બાદ સંતોષ બાબૂની મા મંજુલાએ કહ્યું કે તેમના દીકરા પર ગર્વ છે કે તેણે દેશ ખાતર પોતાના જીવની બાજી લગાવી દીધી. જણાવી દઇએ કે કમાંડિંગ ઑફિસર સંતોષ બાબૂ તેલગાણાના સૂર્યપેટ જિલ્લાના રેહવાસી હતા. ચીન સાથે પાછલા કેટલાક મહિનાથી ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે સંતોષ બાબૂનું પોસ્ટિંગ લદ્દાખના ગલવાન ઘાટીમા કરવામાં આવ્યું હતું જ્યાં 15-16 જૂનની રાત ચીની સૈનિક સાથે હિંસક અથડામણ થઇ હતી. સંતોષ બાબૂની મા મંજુલાએ એક વીડિયોમાં વાત કરતા કહ્યું કે, દુખની વાત એ છે કે મેં મારો એકમાત્ર દીકરો ગુમાવી દીધો પરંતુ મને દુખથી વધુ તેના પર ગર્વ મહેસૂસ થઇ રહ્યો છે. મારા દીકરાએ રાષ્ટ્ર માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે.

કર્નલ બી સંતોષ બાબૂ પોતાની પાછળ પત્ની અને નવ વર્ષની દીકરી અને ચાર વર્ષના એક દીકરાને છોડી ગયા છે. સંતોષ બાબૂના પરિજનોને મંગળવારે બપોરે તેઓ શહીદ થયા હોવાના અહેવાલ મળ્યા, પહેલાં તો તેમણે પોતાના દીકરાને ગુમાવી દીધો હોવાનો વિશ્વાસ ના થયો અને તેઓ સ્તબ્ધ થઇ ગયા. મંજુલાએ કહ્યું કે, અમારી વહુ દિલ્હીમાં છે અને કાલે રાતે તેને સૂચિત કરવામાં આવી હતી. અમને બપોરે ખબર પડી. સંતોષ બાબૂના પિતા જે સેવાનિવૃત્ત બેંક અધિકારી છે, તેમણે કહ્યું કે અમે વિશ્વાસ કરવા માટે તૈયાર નહોતા પરંતુ અમને જણાવવામાં આવ્યું કે આ સચ છે. અમે અમારો દીકરો ગુમાવી દીધો છે.

ભારતે હંમેશા LACનું કર્યું સન્માન, ચીન પાસે પણ આ જ ઉમ્મીદ: MEAભારતે હંમેશા LACનું કર્યું સન્માન, ચીન પાસે પણ આ જ ઉમ્મીદ: MEA

English summary
martyr colonel santosh babu's mother said its painful news but i proud of him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X