For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મેના રોજ ગ્લોબલ ટેરરિસ્ટ જાહર થશે આતંકી મસૂદ અઝહર, ચીન હટાવશે ટેકનિકલ હોલ્ડ

ભારત અને મોદી સરકાર માટે એક મેના રોજ યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી) માંથી જીતના સમાચાર મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને મોદી સરકાર માટે એક મેના રોજ યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી) માંથી જીતના સમાચાર મળી શકે છે. સૂત્રો તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર એક મેના રોજ યુએનએસસીમાં જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે ચીન એક મેના રોજ મસૂદ અઝહર લગાવવામાં આવેલ ટેકનિકલ હોલ્ડને હટાવી શકે છે. ચીને માર્ચમાં ચોથી વાર યુએનની પ્રતિબંધ સમિતિ સામે અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાના ભારતના પ્રસ્તાવ પર ટેકનિકલ હોલ્ડ લગાવી દીધો હતો. યુએનમાં જૈશ પર પહેલા જ પ્રતિબંધ લાગેલો છે.

આ પણ વાંચોઃ નાગરિકતા વિશે સવાલ ઉઠ્યા તો દીપિકા પાદુકોણે આ રીતે આપ્યો જવાબઆ પણ વાંચોઃ નાગરિકતા વિશે સવાલ ઉઠ્યા તો દીપિકા પાદુકોણે આ રીતે આપ્યો જવાબ

મોદી સરકાર માટે મોટી જીત

મોદી સરકાર માટે મોટી જીત

ગ્લોબલ ટેરરિસ્ટનું ટેગ મળવુ માત્ર ભારત માટે નહિ પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર માટે પણ એક મોટી રાજકીય જીત હશે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી જ સતત ભારત તરફથી આના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા અને આની જવાબદારી જૈશે લીધી હતી. ‘મેનો દિવસ મસૂદ અઝહર માટે ઘણો મુશ્કેલ બની રહેવાનો છે કારણકે આ દિવસે તેને યુએનની ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ તરફથી ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવશે. ચીન આ દિવસે અમેરિકા, ફ્રાંસ અને યુકેની માંગને માનીને પુલવામા આતંકી હુમલાના માસ્ટર માઈન્ડને સજા અપાવવાનોરસ્તો ખોલશે.'

ચીન હટાવશે પોતાનો ટેકનિકલ હોલ્ડ

ચીન હટાવશે પોતાનો ટેકનિકલ હોલ્ડ

આ અધિકારી તરફથી જણાવવામાં આવ્યુ છે કે ચીને જે ટેકનિકલ હોલ્ડ લગાવ્યો હતો તે એક મેના રોજ હટાવી શકે છે. અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન તરફથી અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાની માંગ કરવામાં આવી હતી. 13 માર્ચના રોજ જ્યારે આ પ્રસ્તાવનો અંતિમ દિવસ હતો, ચીને આ કહીને આના પર ટેકનિકલ હોલ્ડ લગાવી કે તેને આના પર ચર્ચા માટે વધુ સમય જોઈએ.

ચોથી વાર ચીને જમાવ્યો હતો અડિંગો

ચોથી વાર ચીને જમાવ્યો હતો અડિંગો

આ ચોથી વાર છે જ્યારે ચીને આ પ્રસ્તાવ પર અડિંગો જમાવ્યો હતો. જૈશને ઓક્ટોબર, 2001માં જ યુએનમાં બેન કરવામાં આવી ચૂક્યો છે. ગયા અઠવાડિયે ભારતની યાત્રા પર આવેલા અમેરિકાના મુખ્ય વિદેશ ઉપ સહાયક સચિવ એલિસ વેલ્સે પણ કહ્યુ હતુ કે અમેરિકા પણ ઈચ્છે છે કે અઝહર સામે એક્શન લેવામાં આવે. વળી, ભારતમાં યુકેના હાઈ કમિશન ડૉમિનિક એસ્કિથે પણ અઝહરનાબેન હોવા પર આશા વ્યક્ત કરી હતી.

English summary
As per sources Jaish-e-Mohammed leader Masood Azhar can be declared Global terrorist by UNSC on 1st May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X