દિલ્હી સહિત પૂર્વ ભારતમાં ભીષણ ભૂકંપના ઝટકા, ભૂકંપની તીવ્રતા 7.7

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં ભીષણ ભૂકંપના ઝટકાનો અનુભવ લોકોએ કર્યો છે. લગભગ 2 કલાક અને 40 મિનિટે આવેલા ભૂકંપના ઝટકાનો અનુભવ લોકોએ થોડા સમય સુધી કર્યો હતો.

તમારા હોશ ઉડાવી દેશે ભૂંકપના આ 10 તથ્યો

માનવામાં આવી રહ્યું છેકે ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશ નજીક છે. ઉત્તર ભારતના દિલ્હી, દિલ્હી NCR, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

earthquake

કાબુલથી 265 કિલોમીટર દુર ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતુ. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7ની હતી. સૌથી વધુ ઝટકા જમ્મુ કાશ્મીરમાં અનુભવાયા છે.ભૂકંપના ઝટકા બાદ દિલ્હીની મેટ્રો સેવાને બંધ કરાવી દેવામાં આવી હતી. ભૂકંપના ઝટકા બાદ પૂર્વ ભારતમાં હડકંપ મચી ગયો છે.

પાકિસ્તાનમાં રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8થી વધુ અનુભવાઇ છે. પાકિસ્તાનમાં ખુબ મોટા પ્રમાણમાં નુકસાનના સમાચાર છે. તો કેટલાક લોકોના ઘાયલ થવાના સમાચાર પણ છે.

English summary
A massive earthquake, measuring 7.5 on the Richter scale was felt in Srinagar, Strong tremors were felt in Delhi and surrounding areas.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.