For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં મોટાપાયે બદલી

પંજાબના શિક્ષણ વિભાગમાં મોટાપાયે ડિસ્ટ્રિક્ટ ઓફિસર અને પ્રિન્સિપલના ટ્રાન્સફર કરવામાં આવી છે. આ અંગેની યાદી આજે પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Punjab News : પંજાબના શિક્ષણ વિભાગમાં મોટાપાયે ડિસ્ટ્રિક્ટ ઓફિસર અને પ્રિન્સિપલના ટ્રાન્સફર કરવામાં આવી છે. આ અંગેની યાદી આજે પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

Punjab Goverment

સરકારી શાળાઓને મળશે આ શ્રેષ્ઠ સુવિધાઓ

પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ દ્વારા સર્જનાત્મકતા વધારવા અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત સત્ર 2022-23 માટે એકંદર શિક્ષણ હેઠળ, સરકારી પ્રાથમિક, મધ્યમ, ઉચ્ચ અને માધ્યમિક શાળાઓના કાર્ય પૂર્ણ કરવા માટે બિલ્ડિંગ એસ લર્નિંગ એઇડ હેઠળ અનુદાન આપવાનું કહેવામાં આવ્યું છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓ શાળાઓની દિવાલો પર બનાવેલા ચિત્રો જોઈને વધુમાં વધુ માહિતી મેળવી શકશે અને તેમને લાંબા સમય સુધી યાદ પણ રાખશે.

રાજ્યની 5500 પ્રાથમિક, 2200 ઉચ્ચ અને વરિષ્ઠ માધ્યમિક શાળાઓમાં શાળા શિક્ષણ નિયામક કચેરી દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ દ્વારા કાર્ય કરવામાં આવનાર છે. આ માટે રાજ્યભરની શાળાઓ માટે રૂપિયા 3.85 કરોડની રકમ બહાર પાડવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શાળાઓમાં થતી કામગીરી પુસ્તકો પર આધારિત હોવી જોઈએ. આ સાથે જલંધર જિલ્લાની 413 પ્રાથમિક, મધ્યમ અને 128 ઉચ્ચ, વરિષ્ઠ માધ્યમિક શાળાઓ માટે રૂપિયા 27.05 લાખ જાહેર કરવામાં આવ્યા છે.

આ પહેલા પંજાબ સરકારે કરી હતી ખાસ ગાઇડલાઇન જાહેર

પંજાબ શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારી(પ્રાથમિક અને માધ્યમિક)ને વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ પર જવા માટે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિષેશ દિશાનિર્દેશ જાહેર કરી છે. જે અનુસાર શૈક્ષણિક પ્રવાસ પર વિદ્યાર્થીઓને લઇ જતા પહેલા સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી પરવાનગી મેળવવી પડશે. આ સાથે શાળાના આચાર્ય દ્વારા પણ પ્રવાસમાં આવવા માંગતા વિદ્યાર્થીઓના માતા-પિતા પાસેથી લેખિતમાં મંજૂરી લેવી ફરજિયાત છે.

English summary
Massive reshuffle in Education Department by Punjab Goverment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X