બ્યુટી પાર્લરથી પાછી આવી રહેલી મહિલાના ચહેરા પર ચપ્પુથી હુમલો
પ્રદેશમાં મહિલાઓ પર હુમલાની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઇ રહી. લેટેસ્ટ મામલો મથુરાની કોતવાલી ચોકીના મહોલી રોડનો છે.
પ્રદેશમાં મહિલાઓ પર હુમલાની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઇ રહી. લેટેસ્ટ મામલો મથુરાની કોતવાલી ચોકીના મહોલી રોડનો છે. જ્યાં બાઈક સવાર બદમાશો ઘ્વારા એક યુવતીને ધારદાર હથિયાર ઘ્વારા હુમલો કરીને ઘાયલ કરી નાખી. ઘટના પછી હુમલો કરનાર બદમાશો ફરાર થઇ ગયા. આ મહિલા બ્યુટી પાર્લરમાં કામ કરે છે અને જયારે આ ઘટના થયી ત્યારે તે પાર્લરથી પાછી આવી રહી હતી.

આખો મામલો
મથુરાની કોતવાલી ચોકીના મહોલી રોડ પર બાઈક પર સવાર બે બદમાશો મોઢું ઢાંકીને આવ્યા અને તેમનાથી એક બદમાશે યુવતી પર ચપ્પુથી હુમલો કર્યો. હુમલો કર્યા પછી બંને બદમાશો ત્યાંથી ફરાર થઇ ગયા. યુવતી ઘાયલ થઈને જમીન પર પટકાઈ પડી. સ્થાનીય લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી. આ ઘટના વિશે પોલીસને જાણકારી આપવામાં આવી જાણકારી મળતા જ પોલીસ જ્યાં પહોંચી અને તપાસ કરવામાં લાગી ગયી. આ ઘટના ત્યારે થયી જયારે 20 વર્ષની નીતુ પાર્લર બંધ કરીને ઘરે આવી રહી હતી. પાર્લરના માલિક ચંદ્રવીર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘાયલ યુવતી તેમના જ પાર્લર પર નોકરી કરે છે અને પાર્લર બંધ કરીને તે ઘરે જઈ રહી હતી. પોલીસે કેસ નોંધી લીધો છે અને તેની તપાસ કરવામાં તેઓ જોડાઈ ગયા છે.
જલ્દી આરોપીને પકડી લેવાશે
આખી ઘટના વિશે જાણકારી આપતા એસપી શ્રવણ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતી જયારે પાર્લરથી ઘરે આવી રહી હતી ત્યારે બાઈક પર સવાર બે લોકો આવ્યા જેનાથી એક વ્યક્તિએ તેના પર ચપ્પુ ઘ્વારા હુમલો કર્યો. તેમને આગળ જણાવ્યું કે આ મામલે તેમને એક ટીમ ગઠિત કરી દીધી છે. જલ્દી આરોપીઓને પકડી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
