મોદીના આ નારાએ આસામમાં જીત અપાવી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અસમમાં ભગવો લહેરાતાં મોદીએ અભિનંદન આપ્યાં

અસમમાં ભગવો લહેરાતાં મોદીએ અભિનંદન આપ્યાં

આસામમાં 73 બેઠકો પર વિજય સાથે ભાજપ સરકાર બનાવશે. કોંગ્રેસ 31 બેઠક, AIUDF 14 અને અન્યો 8 બેઠકો પર આગળ છે. મોદીએ આસામમાં ભાજપના સીએમ પદના ઉમેદવાર સર્બાનંદ સોનવાલને અભિનંદન પાઠવ્યાં.

મોદીના આ નારાએ આસામમાં જીત અપાવી

મોદીના આ નારાએ આસામમાં જીત અપાવી

મોદીએ રેલી દરમિયાન ક્હયું કે લોકોને આસામની ટી પીવડાવીને તાજગીનો અહેસાસ કરાવ્યો હતો. ઉપરાંત કહ્યું કે લૂંટાયેલા પૈસા બેન્કોના નથી પરંતુ દેશની ગરીબ પ્રજાના છે. કોંગ્રેસે ગરીબોને લૂંટીને 60 વર્ષ જલસા કર્યા હોવાનો આક્ષેપ મુક્યો હતો.

ભારતમાં એપલ એપ ડિઝાઈનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખોલશે

ભારતમાં એપલ એપ ડિઝાઈનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખોલશે

એપલના સીઇઓ ટીમ કૂક ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે અહ્યાં 2017માં પોતાનું એફ ડિઝાઇનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખોલવાની જાહેરાત કરી. ભારતમાં એન્જિનિયરિંગ ટેલેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુસર આ સેન્ટર ખોલવામાં આવશે.

કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું રાહુલ પુરું કરશેઃ ગડકરી

કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું રાહુલ પુરું કરશેઃ ગડકરી

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. 5માંથી બે રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. ત્યારે નીતિન ગડકરીએ ટ્વીટ કરી કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું રાહુલ ગાંધી પુરું કરશે.

પશ્ચિમ બંગાળઃ જીત બાદ દીદી ગરજ્યાં

પશ્ચિમ બંગાળઃ જીત બાદ દીદી ગરજ્યાં

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસે લેફટ, કોંગ્રેસ અને ભાજપને પાણી બતાવી દીધું. જીત બાદ મમતા બેનરજીએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર, લેફ્ટ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. મમતાએ કહ્યું કે મને હરાવવા માટે દિલ્હીથી ષડયંત્ર રચાયું હતું પરંતુ કાંઇ કામ ન આવ્યું. જો કે મોદીએ દીદીને અભિનંદન પાઠવ્યાં હતાં.

દિલ્હી જતી ફ્લાઇટ રદ થતાં પ્રવાસીઓ અકળાયા

દિલ્હી જતી ફ્લાઇટ રદ થતાં પ્રવાસીઓ અકળાયા

સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ અચાનક જ રદ થઇ જતાં પ્રવાસીઓ અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં આ બીજી વખત એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થઇ છે. જેને પગલે મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X