• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી

કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી

આસારામે પગમાં દુખાવો વધવાની જેલ પ્રશાસનને ફરિયાદ કરી હતી. આની પહેલાં પણ અનેક વખત આસારામે બિમારીનું કારણ આગળ ધપાવી જામીન અરજી કરેલી છે. સુપ્રીમના આદેશ બાદ એઇમ્સના મેડિકલ બોર્ડે તેમની તપાસ કરી હતી અને તેમને સ્વસ્થ જાહેર કર્યા હતા. ત્યારે સુપ્રીમે કહ્યું કે નાની-મોટી બિમારીનો ઇલાજ જોધપુર જેલમાં થઇ શકે છે.

મુંબઇથી દૂનિયાની સૌથી મોંઘી ફ્લાઇટ શરૂ થઇ

મુંબઇથી દૂનિયાની સૌથી મોંઘી ફ્લાઇટ શરૂ થઇ

યૂએઈની એરલાઈન્સ એતિહાદ એરવેઝે દૂનિયાની સૌથી મોંઘી ફ્લાઇટ સર્વિસ શરૂ કરી. આ ફ્લાઇટનું મુંબઇથી ન્યૂયોર્ક સુધીનું ભાડું 25.22 લાખ છે. આ પ્લેન એરબસ A380 'ધ રેસિડેન્સ' સમગ્ર રીતે લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે. અને તેની સિટિંગ કેપેસિટી 496 પેસેન્જર્સની છે.

પનામા પેપર્સમાં લીક થયું અજય દેવગણનું નામ

પનામા પેપર્સમાં લીક થયું અજય દેવગણનું નામ

અમિતાભ બચ્ચન બાદ અજય દેવગણનું નામ પણ પનામા પેપર્સમાં ખુલ્યું છે. જો કે અજયે આ બાબતે કહ્યું કે 'મેં વિદેશમાં હિન્દી ફિલ્મોના અધિકાર ખરીદવા માટે આવું કર્યું છે.' ટેક્સ રિટર્નમાં પણ આ અંગે જાણકારી આપી હોવાનો દાવો કર્યો છે.

કેરળઃ વધુ એક યુવતી પર ગેંગરેપ

કેરળઃ વધુ એક યુવતી પર ગેંગરેપ

કેરળમાં 6 દિવસમાં ગેંગરેપનો બીજો મામલો સામે આવ્યો છે. તિરુવનંતપુરમની પાસે 19 વર્ષીય નર્સિંગ સ્ટુડન્ટ પર ગેંગરેપ થયો છે. રિક્ષામાં જ વિદ્યાર્થિની પર 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને તિરુવનંતપુરમની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

રામદેવે લાલુને શિખવાડ્યો યોગ

રામદેવે લાલુને શિખવાડ્યો યોગ

બુધવારે યોગગુરુ રામદેવ લાલુ પ્રસાદ યાદવને મળવા પહોંચ્યા હતા. લાલુના ઘરે રામદેવે યોગાની પ્રેક્ટિસ કરાવી હતી. જે બાદ લાલુએ મીડિયા સામે આવી રામદેવ અને તેના પતંજલી પ્રોડક્ટના દિલ ખોલીને વખાણ કર્યાં હતાં.

અંકલેશ્વરમાં થયેલા અકસ્માતમાં પિતા પુત્રના મોત, ટેન્કર ચાલક ફરાર

અંકલેશ્વરમાં થયેલા અકસ્માતમાં પિતા પુત્રના મોત, ટેન્કર ચાલક ફરાર

અંકલેશ્વર પાસેના હાંસોટ રોડ ઉપર બેકાબુ બનેલા ફાયર ટેન્ડરના ચાલકે પિતા અને પુત્રનો ભોગ લીધો હતો. અંકલેશ્વરના માટીએડ ગામે રહેતા અને દૂધ ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલ ૩૫ વર્ષીય નીતેશ પટેલ તેમના છ વર્ષીય પુત્ર નીલ સાથે માટીએડ ગામથી અંકલેશ્વર જઈ રહ્યા હતા. દરમ્યાન અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક ફાયર ટેન્કરે બાઈકને અડફેટે લીધી હતી. ટેન્કર ચાલક ફરાર થઈ જતા પોલીસે ગુનો નોધીને ચાલકન પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાતમાં કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાને આપ્યું સમન્સ

ગુજરાતમાં કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાને આપ્યું સમન્સ

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં થયેલાં કરોડોના ભ્રષ્ટાચારને ઉજાગાર કરવામાં કોંગ્રેસના નેતાઓની નિષ્ક્રિયતાની દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડે ગંભીરપણે નોંધ લીધી છે. આ કારણોસર વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને દિલ્હીથી બોલાવવામાં આવ્યા છે. જેને પગલે વિપક્ષના નેતા શંકરસિહ વાઘેલા 5મી મેએ દિલ્હી જઇ રહ્યાં છે. વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રીની પુત્રી અનાર પટેલના ગીર અભ્યારણની જમીન કૌભાંડ કોંગ્રેસે આક્રમકતા સાથે ના ઉઠાવતા, અને કેબી બેઝીનના ૩૦ હજાર કરોડના કૌભાંડને પણ હળવાશથી લેતા આ પગલું લેવામાં આવ્યું છે. કોંગ્રેસની આ નિષ્ક્રિયતાથી કોંગ્રેસ હાઇકમાન્ડ હવે ગુજરાત પ્રદેશ નેતાગીરીથી નાખુશ જણાઈ રહી છે.

આ ગુજ્જુ બાઇકરોએ મોદીને મળી કરશે એશિયાનું ભ્રમણ

આ ગુજ્જુ બાઇકરોએ મોદીને મળી કરશે એશિયાનું ભ્રમણ

સુરતના જાણીતા મહિલાઓના બાઇકિંગ ગ્રુપ બાઇકિંગ ક્વિનની ચાર મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. જે બાદ તેઓ 10 એશિયાઇ દેશોના સફરની પર નીકળશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. આ લોકો બેટી બચાવો બેટી પઠાવોના સંદેશને એશિયાના અન્ય દેશોમાં લઇ જઇ તેનો પ્રચાર કરવાના છે.

ચપ્પાના ઘા મારી પ્રેમિકાની હત્યા કરી પ્રેમી નાસી છૂટ્યો

ચપ્પાના ઘા મારી પ્રેમિકાની હત્યા કરી પ્રેમી નાસી છૂટ્યો

ડાકોરમાં વિધવા ભાવનાબહેનને રાજેશ દેવી પૂજક નામના યુવક સાથે સંબંધ બંધાયો હતો. વિધવા ભાવનાબહેનના ત્રણ સંતાનો પૈકી 1 દીકરો અને બે દીકરીઓ હતી. રાજેશ અવારનવાર ભાવનાબહેનને મળવા માટે આવતો હતો. દરમિયાન મંગળાવેર મોડી સાંજે શેઢી નદીના કાંઠે રાજેશ તથા ભાવનાબહેન વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી થતા રાજેશા ભાવનાબહેનને ગળાના ભાગે ચપ્પાના અસંખ્યા ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા તુરત જ લોકો આવી જતા રાજેશ દેવીપૂજક નાસી છૂટ્યો હતો. પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધીને રાજેશની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢની વિધવા મહિલા સાથે ડીસાના યુવકે આચર્યું દુષ્કર્મ

જૂનાગઢની વિધવા મહિલા સાથે ડીસાના યુવકે આચર્યું દુષ્કર્મ

જૂનાગઢમાં રહેતી એક દીકરાની માતા તથા વિધવા મહિસા સાથે ડીસાના યુવકે લગ્નની લાલચ આપી જુદા જુદા સ્થળે દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતાના લગ્ન નવ વર્ષ પહેલા અપૂર્વ બંગાળી નામના યુવક સાથે થયા હતા પતિનું બીમારીમાં અવસાન થતા પીડિતા વિધવા થઈ હતી. બાદમાં અઝહર ખાન નઝીર ખાન પઠાણ નામના યુવક સાથે તેને પ્રેમસંબધ બંધાયો હતો અને યુવકે તેને લગ્નની ખાતરી આપીને વારંવાર દુષ્કર્મ ગુજાયું હતું. પોલીસે આ કેસમાં વિશ્વાસઘાત તેમજ દુષ્કર્મની કલમ નોંધીને તપાસ હાથ ધરી છે.

સન એન્ડ સ્ટેપ કલ્બમાં સ્વિમિંગ શીખતા સાત વર્ષીય બાળકનું મોત

સન એન્ડ સ્ટેપ કલ્બમાં સ્વિમિંગ શીખતા સાત વર્ષીય બાળકનું મોત

ઘાટલોડિયામાં રહેતા જીજ્ઞેશભાઈ પટેલના પુત્ર વંશનું સ્વિમિંગ શીખતી વખતે અમદાવાદની પ્રખ્યાત સન એન્ડ સ્ટેપ કલબ મોત થયું હતું. વંશ ધોરણ એકમાં અભ્યાસ કરતો હતો અને વેકેશન પડ્યું હોવાથી તેની માતા તોરલબહેન સાથે તે સ્વિમિંગ શીખવા આવતો હતો. કોચ વંશને અન્ય બાળકો સાથે 3 ફૂટ પાણીમાં સ્વિમિંગ શીખવી રહ્યા હતા. માતા પિતાનુ કહેવું છે કે કોચની બેદરકારીને કારણે વંશનું મોત થયુ છે જ્યારે કલબ સ્વિમિંગ પુલ સત્તાવાળાનું કહેવું છે કે 3 ફૂટ પાણીમાં વંશને સ્વિમિંગ શીખવાડવામાં આવી રહ્યું હોવાથી ડુબવાનો કે બેદરકારીનો કોઇ પ્રશ્ન ઉભો થતો જ નથી. જ્યારે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ તેમજ એફએસએલ સહિતના રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાય કે ખરેખર વંશનું મૃત્યુ કેવી રીતે થયું હતું.

English summary
May 4: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more