રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોનુ સમર્થન કરશે BSP, માયાવતીએ ખોલ્યા પત્તા
BSPએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોને સમર્થન આપશે તે અંગે નિર્ણય કરી લીધો છે અને માયાવતીએ આ અંગે ટ્વિટ કર્યુ છે.
લખનઉઃ BSPએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. બસપા પ્રમુખ માયાવતીએ પણ બુધવારે સવારે આની ઔપચારિક જાહેરાત કરી છે. બસપાના વડા માયાવતીએ ટ્વીટમાં લખ્યુ છે કે, 'દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિ ન હોવાને કારણે આખરે ફરીથી ચૂંટણી યોજાઈ હતી તે જાણીતુ છે. હવે આ જ પરિસ્થિતિને કારણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ 6ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.'

તેમના આગામી ટ્વીટમાં માયાવતીએ કહ્યુ કે, 'બસપાએ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં વ્યાપક જનહિત અને તેમની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને શ્રી જગદીપ ધનખડને સમર્થન આપવાનુ નક્કી કર્યુ છે અને જેની હું આજે ઔપચારિક રીતે જાહેરાત કરુ છુ.'
ધનખડે 18મી જુલાઈએ પોતાનુ નોમિનેશન કર્યુ હતુ, કહી હતી આ વાત
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA ઉમેદવાર તરીકે 18 જુલાઈના રોજ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. ધનખરડે કહ્યુ, 'મેં ક્યારેય સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે મારા જેવા સામાન્ય માણસને આવી તક મળશે. એક ખેડૂત પુત્રએ આજે ઉમેદવારી નોંધાવી છે. આ તક માટે પીએમ મોદી અને નેતૃત્વનો આભાર. મારો જન્મ ખેડૂતના ઘરે થયો, ધોરણ 6માં ભણવા માટે 6 કિમી ચાલીને ગયો, શિષ્યવૃત્તિ દ્વારા આગળ અભ્યાસ કર્યો અને આજે એક સામાન્ય ખેડૂતના પુત્રએ ઉમેદવારી નોંધાવી છે.












Click it and Unblock the Notifications
