For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુર કાંડમાં ભાજપના બે મંત્રીઓની સંડોવણીના કારણે સાચી તપાસ થવી સંભવ નથીઃ માયાવતી

લખીમપુર ખીરી કાંડ પર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 9 લોકોના જીવ જઈ ચૂક્યા છે. આમાં ખેડૂત પણ શામેલ છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે. વિપક્ષી દળના નેતા રાજ્યની યોગી સરકાર પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. બસપા સુપ્રીમોએ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે લખીમપુર ખીરી કાંડમાં ભાજપના બે મંત્રીઓની સંડોવણીના કારણે ઘટનાની સાચી તપાસ નહિ થઈ શકે. માયાવતીએ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે.

mayawati

બસપા મહાસચિવ સતીષ મિશ્રા નજરબંધ

બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કર્યુ, 'બસપાના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ રાજ્યસભા સાંસદ શ્રી એસસી મિશ્રએ કાલે મોડી રાતે અહીં લખનઉમાં તેમના નિવાસ પર નજરબંધ કરી દેવામાં આવ્યા છે જે હજુ પણ ચાલુ છે જેથી તેમના નેતૃત્વમાં પાર્ટીનુ પ્રતિનિધિમંડળ લખીમપુર જઈને ખેડૂતોના હત્યાકાંડનો સાચો રિપોર્ટ ન મેળવી શકે. આ અતિ દુઃખદ તેમજ નિંદનીય છે.'

માયાવતીએ કહ્યુ - મામલામાં ન્યાયિક તપાસ જરૂરી

માયાવતીએ પોતાના આગલા ટ્વિટમાં કહ્યુ, 'યુપીના દુઃખદ ખીરી કાંડમાં ભાજપના બે મંત્રીઓની સંડોવણીના કારણે આ ઘટનાની સાચી સરકારી તપાસ તેમજ પીડિતો સાથે ન્યાય તથા દોષિતોને કડક સજા સંભવ નથી લાગતી. માટે આ ઘટના કે જેમાં અત્યાર સુધી 8 લોકોના માર્યા ગયાની પુષ્ટિ થઈ છે, તેની ન્યાયિક તપાસ જરૂરી, બસપાની માંગ.'

વરુણ ગાંધીએ સીએમ યોગીને લખ્યો પત્ર

લખીમપુર ખીરીની ઘટનાને લઈને ભાજપ સાંસદ વરુણ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. તેમણે આરોપીઓ પર હત્યાનો કેસ દાખલ કરવા અને પીડિત પરિવારોને એક-એક કરોડનુ વળતર આપવાની માંગ કરી છે. ભાજપ સાંસદે ટ્વિટર પર પત્ર શેર કરીને લખ્યુ, 'લખીમપુર ખીરીની હ્રદય-વિદારક ઘટનામાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છે. આ પ્રકરણમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીજીને કડક કાર્યવાહી કરવાનુ નિવેદન કરુ છુ.'

English summary
mayawati demands judicial inquiry in lakhimpur kheri incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X