ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઇએ : માયાવતી

માયાવતીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સતત બળાત્કાર, હત્યા, કોમી અને મહિલાઓ પર અત્યાચાર વધતાં જાય છે. યુપી પોલીસ કાર્યવાહી કરવાના બદલે ઘટનાઓને દબાવવાનો પ્રયત્ન કરે છે. માયાવતીએ કહ્યું હતું કે નોઇડા રેપ કેસ તેનું તાજુ ઉદાહરણ છે. માયાવતી આટલુ કહી અટક્યા ન હતા તેમને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના નેતા કર વસૂલાતમાં લાગેલા રહે છે.
માયાવતીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીમાં ગુંડા અને અપરાધીઓ છે. પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઇએ. ગુનાઓ ચરમ પર છે. માયાવતીએ પોલીસ તંત્ર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે અહીંયા પોલીસ કેસને દબાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસ કાર્યવાહી કરવાના બદલે કેસને દબાવવા માંગે છે. માયાવતીએ કહ્યું હતું કે નોઇડા રેપ-હત્યા કેસમાં પોલીસ મૃતકાની લાશને રાત્રે જ અંતિમ સંસ્કાર કરવા માટે દબાણ બનાવી રહી હતી જેથી આ કેસને દબાવી શકાય.












Click it and Unblock the Notifications
