For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળજબરીથી ધાર્મિક નારા લગાવવા મામલે ભડક્યા માયાવતી, કહી મોટી વાત

બસપા ચીફ માયાવતીએ કહ્યુ છે કે ઉત્તર પ્રદેશ ઉપરાંત બીજા અમુક રાજ્યોમાં જબરદસ્તી ઘાર્મિક નારા લગાવવાના મામલો વધતા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

બસપા ચીફ માયાવતીએ કહ્યુ છે કે ઉત્તર પ્રદેશ ઉપરાંત બીજા અમુક રાજ્યોમાં જબરદસ્તી ઘાર્મિક નારા લગાવવાના મામલો વધતા જઈ રહ્યા છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવા મામલા તત્કાલ રોકવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બસપા પ્રમુખ માયાવતીએ ટ્વીટર પર લખ્યુ છે, 'યુપી સહિત અમુક રાજ્યોમાં બળજબરીથી પોતાના ધાર્મિક નારા લગાવવા તેમજ તે આધારો જુલમ-જબરદસ્તીની જે નવી ખોટી પ્રથા નીકળી પડી છે તે ખૂબ જ નિંદનીય છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને આ હિંસક પ્રવૃત્તિ વિરુદ્ધ કડક વલણ અપનાવવાની જરૂર છે જેથી ભાઈચાર તેમજ સહભાવના દરેક જગ્યાએ જળવાઈ રહે તેમજ વિકાસ પ્રભાવિત ન થાય.'

mayawati

માયાવતીની આ ટિપ્પણી યુપીના એક ઈમામના એ દાવા બાદ આવી છે જેમાં તેમને જબરદસ્તી જય શ્રીરામના નારા લગાવવાના આરોપ લગાવ્યા છે. મુઝફ્ફરનગરના એસપી શૈલેષ કુમાર પાંડેએ સ્થાનિક નિવાસી ઈમલાક ઉર રહેમાન તરફથી કરવામાં આવેલી ફરિયાદના આધારે કહ્યુ છે કે તે શનિવારે બાઈકથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં લગભગ 12 યુવાનોએ તેમનો રસ્તો રોકી લીધો, તેમની પિટાઈ કરી અને તેની દાઢી પણ ખેંચી લીધી. પોલિસે એ બધા આરોપીઓ સામે કેસ નોંધી લીધો છે. આ દરમિયાન ભાજપે માયાવતીના નિવેદન પર પલટવાર કરીને કહ્યુ છે કે તે પણ હવે મમતા બેનર્જીના રાહ પર નીકળી પડ્યા છે.

આ પહેલા માયાવતીએ મૉબ લિંચિંગની ઘટનાઓ વિશએ પણ ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારની નીતિના કારણે લોકો આનો શિકાર થઈ રહ્યા છે. તેમણે ટ્વીટ દ્વારા લખ્યુ હતુ કે, 'મૉબ લિંચિંગ એક ભયાનક બિમારી રૂપે દેશભરમાં ઉભરવા પાછળ વાસ્તવમાં ખાસ કરીને ભાજપ સરકારોની કાનૂન રાજ સ્થાપિત ન કરવાની નિયત અને નીતિની જ દેન છે જેનાથી હવે માત્ર દલિત, આદિવાસી તેમજ લઘુમતી સમાજના લોકો જ નહિ પરંતુ સર્વસમાજના લોકો તેમજ પોલિસ પણ શિકાર બની રહી છે.'

આ પણ વાંચોઃ દિલ્લી-એનસીઆરમાં આખરે વરસ્યા વાદળ, તેજ હવાઓ સાથે થયો વરસાદઆ પણ વાંચોઃ દિલ્લી-એનસીઆરમાં આખરે વરસ્યા વાદળ, તેજ હવાઓ સાથે થયો વરસાદ

English summary
mayawati wants action against those forcing people to chant religious slogans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X