For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCD Election: કેજરીવાલની 10 ગેરેન્ટી ઘરે-ઘરે પહોંચાડવાનુ કામ રહ્યા છે બધા AAP ઉમેદવાર

દિલ્લીમાં યોજાનાર એમસીડી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 10 ગેરેન્ટીઓ ઘરે-ઘરે પહોંચાડવાનુ કામ આપના બધા ઉમેદવારોએ શરુ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

MCD Election: દિલ્લીમાં યોજાનાર એમસીડી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 10 ગેરેન્ટીઓ ઘરે-ઘરે પહોંચાડવાનુ કામ આપના બધા ઉમેદવારોએ શરુ કરી દીધુ છે. તમામ ગેરંટી વિશે જરૂરી માહિતી શેર કરીને લોકોને જાગૃત કરવાનુ કામ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ ગુરુવારે MCD ચૂંટણીના તમામ 250 વોર્ડમાં પાર્ટી કાર્યાલયોનુ ઉદ્ઘાટન કર્યુ. તમામ ઉમેદવારો પોતપોતાની વૉર્ડ ઑફિસમાં જોડાઈને કામ કરશે. આ ઉપરાંત તમામ 250 વૉર્ડમાં આમ આદમી પાર્ટીની પદયાત્રા શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ એમસીડી ચૂંટણીની તૈયારી માટે મોટા પાયા પર જમીની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.

kejriwal

આમ આદમી પાર્ટીએ થોડા સમય પહેલા બૂથ સ્તર પર જન સંવાદ અભિયાન શરૂ કર્યુ હતુ. આ અભિયાન હેઠળ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો અને તમામ 250 ઉમેદવારો દરરોજ દરેક બૂથ પર જનસંવાદ કરી રહ્યા છે. જનસંવાદ દ્વારા દિલ્લીના લોકોની કચરા સંબંધિત સમસ્યાઓની ચર્ચા કરવામાં આવે છે અને પછી તેના ઉકેલની ચર્ચા કરવામાં આવે છે. દિલ્લીને કેવી રીતે વધુ સારુ રાજ્ય બનાવી શકાય તે અંગે લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવે છે.

એમસીડી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ અરવિંદ કાજરીવાલની 10 ગેરંટી ઘરે-ઘરે પહોંચાડવાનુ કામ શરૂ કરી દીધુ છે. આ અંતર્ગત લોકોને આ 10 ગેરંટી વિશે માહિતી આપવામાં આવશે જેથી કરીને તેઓ તેમના રાજ્યની સમસ્યાઓ અને અરવિંદ કેજરીવાલ દ્વારા તેમના ઉકેલોને સારી રીતે સમજી શકે. આમ આદમી પાર્ટીનુ કહેવુ છે કે દિલ્લીને વધુ સારુ રાજ્ય બનાવવા માટે MCDમાં સારી સરકાર હોવી જરૂરી છે. અરવિંદ કેજરીવાલે આ માટે 10 ગેરંટી સાથે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. MCD ચૂંટણી જીત્યા પછી દિલ્લીવાસી બધી 10 ગેરેન્ટીઓનો લાભ મેળવી શકશે.

એમસીડી ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલની 10 ગેરંટી હેઠળ દિલ્લીને સુંદર બનાવવામાં આવશે. કચરાના ત્રણેય પહાડોને ખતમ કરીને એમસીડીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં આવશે. દિલ્લીના લોકોને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળશે. દિલ્લીને રખડતા પ્રાણીઓથી મુક્તિ મળશે. મહાનગરપાલિકાની શેરીઓને ઠીક કરવામાં આવશે. મ્યુનિસિપલ શાળાઓ અને હૉસ્પિટલોને ઠીક કરવામાં આવશે. તમામ મ્યુનિસિપલ પાર્કનુ બ્યૂટિફિકેશન કરવામાં આવશે. બધા કાચા કામદારોને પાક્કા કરવામાં આવશે. વેપારીઓ માટે લાયસન્સ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. લારી-ગલ્લાવાળાઓ માટે વેનિંગ ઝોન બનાવવામાં આવશે અને તેમને પણ ભ્રષ્ટાચારમાંથી મુક્તિ આપવામાં આવશે.

આમ આદમી પાર્ટીએ એમસીડીના તમામ 250 વૉર્ડમાં પાર્ટી કાર્યાલયોનુ ખૂબ જ ઉત્સાહ સાથે ઉદ્ઘાટન કર્યુ. તમામ ઉમેદવારો આ કાર્યાલયોમાંથી જ તેમની ચૂંટણી પ્રવૃતિઓ કરશે. ઉમેદવાર તેના વૉર્ડના પાર્ટી કાર્યાલયમાંથી ચૂંટણીની તમામ કામગીરી કરાવશે જેથી કરીને કોઈપણ કામમાં અવરોધ ન આવે. ઉમેદવારો પણ ત્યાંથી જ તેમની તૈયારીનું આયોજન કરશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા, ધારાસભ્ય અને એમસીડીના પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યુ કે, આમ આદમી પાર્ટીએ મોટા પાયે જમીની પ્રવૃત્તિઓ કરવાનુ શરૂ કર્યુ છે. જે અંતર્ગત વૉર્ડ કક્ષાએ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પદયાત્રાના પહેલા જ દિવસે આમ આદમી પાર્ટીને સ્થાનિક લોકોનુ સંપૂર્ણ સમર્થન મળ્યુ હતુ. સ્થાનિક લોકોએ પણ એમસીડીમાં અરવિંદ કેજરીવાલની સરકારની માંગણી કરી છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે હવેથી દરરોજ દરેક બુથ વિસ્તારમાં પદયાત્રા કરવામાં આવશે અને સ્થાનિક લોકોને મળીને મત માંગવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય એક મોટુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. તમામ ઉમેદવારોને અરવિંદ કેજરીવાલની 10 ગેરંટી જનતા સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉમેદવાર લોકોને 10 ગેરંટી વિશે માહિતગાર કરશે જેનો તેઓ MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી સંપૂર્ણ લાભ લઈ શકે છે.

English summary
MCD Election: Arvind Kejriwal 10 guarantees are being delivered by AAP candidates door to door
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X