મેકડોનાલ્ડ્સે સુષમાના તથ્યોને નકાર્યા
નવી દિલ્હી, 5 ડિસેમ્બર: એફડીઆઇને લઇને સંસદમાં ચાલી રહેલી ચર્ચાથી એકબાજુ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે ત્યારે બીજી બાજું ફાસ્ટફૂડ માટેની ફેમસ રેસ્ટોરન્ટ મેકડોનલ્ડ્સે પણ આ ચર્ચામાં ઝંપલાવ્યું છે. મેકડોનલ્ડ્સે બીજેપી નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજના એ તથ્યોને રદિયો આપી દીધો હતો જેમાં તેમણે જણાવ્યું હુતુ કે મેકડોનાલ્ડ્સ વિદેશથી પોતાનો સામાન ખરીદે છે. મેકડોનાલ્ડ્સે સુષમા સ્વરાજના ભાષણ પર જવાબ આપતા જણાવ્યું કે તે રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં આવનાર બધી જ ચીજવસ્તુઓ ભારતમાંથી જ ખરીદે છે.
મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા નોર્થ એન્ડ ઇસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમ બક્ષીએ જણાવ્યું કે ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરતા પહેલા જ મેકડોનાલ્ડ્સે સરકારને એ વચન આપ્યું હતું કે આ કંપની માટે દરેક કાચો માલ ભારતમાંથી જ ખરીદશે. વિક્રમ બક્ષીએ જણાવ્યું કે મને ગર્વ છે કે અમારી પ્રોડક્ટમાં જે ચીજવસ્તુઓનો ઉપયોગ થાય છે તેની ખરીદી ભારતમાંથી કરવામાં આવે છે, જેમાં ફ્રેંચ ફ્રાઇઝનો પણ સમાવેશ થાય છે.













Click it and Unblock the Notifications
