Me Too: સુહેલ શેઠ પર 4 મહિલાઓનો યૌન શોષણનો આરોપ, જબરદસ્તી કિસ કરી, રૂમમાં બોલાવી

મી ટુ અભિયાન હેઠળ ઘણી મહિલાઓએ લેખક સુહેલ શેઠ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સેલિબ્રિટી કન્સલટન્ટ સુહેલ શેઠ સામે અત્યાર સુધીમાં ચાર મહિલાઓએ આરોપ લગાવ્યા છે.

મી ટુ અભિયાન હેઠળ ઘણી મહિલાઓએ લેખક સુહેલ શેઠ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સેલિબ્રિટી કન્સલટન્ટ સુહેલ શેઠ સામે અત્યાર સુધીમાં ચાર મહિલાઓએ આરોપ લગાવ્યા છે. સુહેલ શેઠ પર મહિલાઓએ ગેરવર્તુણૂક કરવા, જબરદસ્તી કિસ કરવા અને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યા છે. આમાંથી એક મહિલાનું કહેવુ છે કે શેઠે જ્યારે તેનું યૌન ઉત્પીડન કર્યુ ત્યારે સગીર હતી. ફિલ્મમેકર નતાશા રાઠોડે પણ બુધવારે સેઠ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.

સેઠે જબરદસ્તી કરી કિસ

સેઠે જબરદસ્તી કરી કિસ

બુધવારે ફિલ્મમેકર નતાશા રાઠોડે વૉટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ ટ્વિટર પર પોસ્ટ કરી સેઠ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યુ, આ ઘટના ગયા વર્ષે ગુડગાંવમાં બની હતી. સુહેલે અયોગ્ય રીતે મને સ્પર્શવાની કોશિશ કરી. મારા વિરોધ કરવા છતાં મને જબરદસ્તીથી કિસ કરી. નશાની હાલતમાં પોતાના હાથ મારા કૂર્તામાં નાખી દીધા હતા.

પત્રકારે લગાવ્યા આરોપ

પત્રકારે લગાવ્યા આરોપ

ઈન્ડિય એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર સુહેલ સેઠ સામે અયોગ્ય વ્યવહાર કરવાના અત્યાર સુધીમાં ચાર કેસ સામે આવ્યા છે. પત્રકાર મંદાકિનીએ સુહેલ સેઠ વિશે ટ્વિટર પર લખ્યુ, વર્ષ 2011 માં ગોવામાં એક કાર્યક્રમમાં બધા લોકોને અલવિદા કહી હું તેમને મળવા પહોંચી. ત્યારે અચાનક મારી સંમતિ વિના તેમણે મારા હોઠ પર કિસ કરી. મે નારાજગી વ્યક્ત કરતાં કહ્યુ કે તે આવુ ન કરી શકે.

સુહેલે મોકલ્યા વાંધાજનક મેસેજ, રૂમમાં બોલાવી

સુહેલે મોકલ્યા વાંધાજનક મેસેજ, રૂમમાં બોલાવી

મંગળવારે મુંબઈની એક 26 વર્ષીય મહિલાઓ પણ આ પ્રકારનો અનુભવ ટ્વિટર પર શેર કર્યો. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે સુહેલે વર્ષ 2010 માં તેમને વાંધાજનક મેસેજ મોકલ્યા. જ્યારે તે માત્ર 17 વર્ષની હતી. સુહેલે લખ્યુ હતુ કે જન્મદિવસની પાર્ટી માટે મારા રૂમમા આવી જાઓ. છેલ્લે તેમણે ‘બિગ વાઈલ્ડ કિસ' લખ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X