For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીડિયા પર ભડક્યા સંજય રાઉત - સુશાંતનુ મોત ઉત્સવ બની ગયુ, મુંબઈ પોલિસ પર ઉઠાવ્યા સવાલ

શિવસેનના સાંસદ સંજય રાઉતે સુશાંત સિંહ સુસાઈડ કેસમાં પોલિસના વલણ પર સવાલ ઉભા કર્યા છે

|
Google Oneindia Gujarati News

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલિસ દરેક પાસાંની તપાસમાં લાગેલી છે. વળી, આ કેસમાં 27 લોકોની પૂછપરછ પણ થઈ ચૂકી છે પરંતુ પોલિસના વલણ પર સવાલ ઉભા કર્યા છે શિવસેનના સાંસદ સંજય રાઉતે જેમણે શિવસેનાના મુખપત્ર 'સામના'માં લખ્યુ છે કે પોલિસ આ કેસમાં લોકોની આટલી વાર સુધી પૂછપરછ કેમ કરી રહી છે, સુશાંતના મોતને બે સપ્તાહનો સમય વીતી ચૂક્યો છે તેમછતાં પોલિસ માત્ર લોકોની પૂછપરછમાં લાગી છે.

સંજય રાઉત ઉઠાવ્યા મુંબઈ પોલિસ પર સવાલ

સંજય રાઉત ઉઠાવ્યા મુંબઈ પોલિસ પર સવાલ

સંજય રાઉતે મીડિયોને પણ આડા હાથે લીધી છે તેમણે 'સામના'માં લખ્યુ છે કે સુશાંતની આત્મહત્યાએ ઉત્સવનુ રૂપ લઈ લીધુ છે. 14 જૂને અભિનેતાના સુસાઈડના સમાચાર આવ્યા હતા ત્યારબાદથી દેશમાં ઘણી બધી વસ્તુઓ થઈ પરંતુ લોકોનુ ધ્યાન હજુ પણ સુશાંતના મોત પર જ છે જેનાથી એ સાબિત થાય છે કે એક સિને અભિનેતાની કેટલી અસર સમાજના લોકો પર થાય છે.

નિષ્ફળ જવાના કારણે સુશાંતે કરી આત્મહત્યાઃ સંજય રાઉત

નિષ્ફળ જવાના કારણે સુશાંતે કરી આત્મહત્યાઃ સંજય રાઉત

શિવસેનાના તેજ-તર્રાર નેતાએ આગળ લખ્યુ છે કે બધાને ખબર છે કે છેલ્લા કેટલાક સમયથી સુશાંત સિંહ રાજપૂત અજ્ઞાતવાસમાં હતા. પોતાના કરિયર કે પર્સનલ કારણોના કારણે તે માનસિક રીતે ત્રસ્ત હતા. તેમની પાસે બધુ હતુ. પૈસા, નામ, તે એક લક્ઝુરિયસ ઘરમાં રહેતા હતા પરંતુ નિષ્ફળતાના ડરથી તેમણે હતાશ થઈને બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો.

અભિનેતાનુ મોત ઉત્સવ બની ગયુ છેઃ સંજય રાઉત

અભિનેતાનુ મોત ઉત્સવ બની ગયુ છેઃ સંજય રાઉત

અભિનેતાના મોતે બૉલિવુડની પોલ ખોલી દીધી છે. અહીં વંશવાદ કેટલી હદે હાવી છે, લોકોને સમજમાં આવી ગયુ છે, લોકોનુ પૂરુ ફોકસ હજુ પણ સુશાંતના મોતના સમાચાર પર જ છે. 14 જૂન બાદ દેશના 20 જવાન શહીદ થઈ ગયા, સુશાંતના મોત બાદ દેશમાં ઘણા લોકોએ ગળે ફાંસો ખાધો, પૂણેમાં રહેતા રાજેશ શિંદે નામના વ્યક્તિએ લૉકડાઉનમાં નોકરી જવાના દુઃખમાં પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે મળીને આત્મહત્યા કરી લીધી પરંતુ દિમાગમાં બધાના સુશાંત સિંહનુ મોત જ ઘૂમી રહ્યુ છે.

મુંબઈ પોલિસના ડીસીપી અભિષેક ત્રિમુખે આપ્યુ આ નિવેદન

મુંબઈ પોલિસના ડીસીપી અભિષેક ત્રિમુખે આપ્યુ આ નિવેદન

તમને જણાવી દઈએ કે શનિવારે જ મુંબઈ પોલિસના ડીસીપી અભિષેક ત્રિમુખે કહ્યુ હતુ કે અભિનેતા સુશાંત સુસાઈડ કેસમાં દરેક એંગલની તપાસ થઈ રહી છે, અત્યાર સુધીમાં 27 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા છે ત્યારબાદ સંજય રાઉતે પોતાની વાત કહી છે.

બિપાશાના શ્યામ રંગ પર યુઝરે કરી કમેન્ટ, અભિનેત્રીએ આપ્યો જોરદાર જવાબબિપાશાના શ્યામ રંગ પર યુઝરે કરી કમેન્ટ, અભિનેત્રીએ આપ્યો જોરદાર જવાબ

English summary
Media should stop celebrating a 'festival' of Rajput's demise and why mumbai police works slow: Sanjay Raut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X