Medical Termination ACT: સરકારે વધારી ગર્ભપાસની સમય સીમા, જાણો કેવી પરિસ્થિતિમાં થશે લાગુ
કેન્દ્ર સરકારે ગર્ભપાત સંબંધી નવા નિયમને અધિસૂચિત કરી દીધો છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે ગર્ભપાત સંબંધી નવા નિયમને અધિસૂચિત કરી દીધો છે. અમુક ખાસ પરિસ્થિતિઓની મહિલાઓના મેડિકલ ગર્ભપાત માટે ગર્ભની સમય સીમાને 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ સુધી એટલે કે પાંચ મહિના કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સંસદમાં પાસ થયેલ ગર્ભનુ Medical Termination(સુધારા) બિલ, 2021 હેઠળ આ નવા નિયમને લાગુ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગર્ભનુ મેડિકલ ટર્મિનેશન (સુધારા) બિલ, 2021 આ વર્ષે માર્ચમાં પાસ કરવામાં આવ્યો છે. અહીં ખાસ પરિસ્થિતિઓની મહિલાઓનો અર્થ રેપ પીડિત, સગીર, એવી મહિલાઓ જેમની વૈવાહિક સ્થિતિ ગર્ભાવસ્થા દરમિયાન બદલાઈ હોય અથવા તે વિધવા થઈ ગઈ હોય કે પછી ડિવૉર્સી હોય અથવા બાળક સ્વસ્થ ન હોય અથવા બાળકમાં માનસિક કે શારીરિક વિકૃતિ હોવાની સંભાવના હોય, દિવ્યાંગ મહિલાઓ છે.
ગર્ભનુ મેડિકલ ટર્મિનેશન(સુધારા) બિલ
તમને જણાવી દઈએ કે જૂના નિયમ અનુસાર ત્રણ મહિના(12 સપ્તાહ)ના ગર્ભપાત માટે એક ડૉક્ટર, 5 મહિના(20 સપ્તાહ)ના ગર્ભપાત માટે 2 ડૉક્ટરની જરૂર પડતી હતી પરંતુ હવે ગર્ભની સમય સીમા 5 મહિના કરી દીધી છે અને જો વિષમ પરિસ્થિતિઓમાં ગર્ભપાત 6 મહિનામાં કરાવવાની સ્થિતિ પેદા થાય તો તેના માટે મેડિકલ બોર્ડની રચના થશે અને તેમાં મહિલાના સ્વાસ્થ્યને જોઈને નિર્ણય લેવામાં આવશે.
ગર્ભપાતની નવી સમય સીમા બધી મહિલાઓ માટે હોવી જોઈએ
પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા(PFI)ના એક્ઝીક્યુટીવ નિર્દેશક પૂનમ મુટરેજાએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનુ સ્વાગત કર્યુ છે. જો કે, તેમણે એ પણ કહ્યુ કે, 'વિજ્ઞાન અને ચિકિત્સા ટેકનિકના ક્ષેત્રમાં થયેલા વિકાસને જોતા ગર્ભપાતની નવી સમય સીમા બધી મહિલાઓ માટે હોવી જોઈએ. માત્ર વિશેષ શ્રેણીની મહિલાઓ માટે નહિ. રાજ્ય સ્તરે મેડિકલ બોર્ડની રચના મહિલાઓ દ્વારા ગર્ભપાત કરાવવાના રસ્તામાં અડચણ બની શકે છે કારણકે ઘણી મહિલાઓને ઘણી વાર પછી જાણ થાય છે કે તે ગર્ભવતી છે.'
'આ એક પ્રશંસનીય પગલુ છે'
વળી, વરિષ્ઠ સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. લવલીના નાદિરે પીટીઆઈ સાથે વાત કરીને કહ્યુ કે, 'આ એક પ્રશંસનીય પગલુ છે. મને આશા છે કે આ બધી મહિલાઓ માટે સુરક્ષિત ગર્ભપાતને સુલભ બનાવવાની દિશામાં ઉઠાવેલુ પગલુ છે, અમે નવા નિર્ણયનુ સ્વાગત કરીએ છીએ.'












Click it and Unblock the Notifications
