મહેબૂબાની દીકરીએ લખ્યો શાહને પત્ર - કાશ્મીરીઓ જાનવરોની જેમ કેદ, દેશ મનાવી રહ્યો છે સ્વતંત્રતા દિવસ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તીની દીકરી ઈલ્તિઝાએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં 12 દિવસથી ચાલી રહેલ કર્ફ્યુ જેવી સ્થિતિ પર સવાલ કર્યા છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તીની દીકરી ઈલ્તિઝાએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં 12 દિવસથી ચાલી રહેલ કર્ફ્યુ જેવી સ્થિતિ પર સવાલ કર્યા છે. 15 ઓગસ્ટના રોજ લખેલા પોતાના પત્રમાં ઈલ્તિઝાએ શાહને સવાલ કર્યો છે કે કાશ્મીરીઓને જાનવરોની જેમ કેદ કરીને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે, તે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને બાકીનો દેશ સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે.

ઈલ્તિઝા જાવેદે એક વૉઈસ મેસેજ પણ જારી કર્યો છે જેમાં તેમણે કહ્યુ છે કે મીડિયા સાથે વાત કરવા પર આર્મી અને પ્રશાસન તરફથી ધમકીઓ આપવામાં આવી રહી છે. ઈલ્તિઝાએ કહ્યુ છે કે મીડિયા સાથે વાત કરવા પર મને કસ્ટડીમાં લઈ લેવામાં આવી. મને કહેવામાં આવ્યુ કે જો મે ફરીથી મીડિયા સાથે વાત કરી તો પરિણામો સારા નહિ આવે. મારી સાથે કોઈ ગુનેગારની જેમ વર્તન કરવામાં આવી રહ્યુ છે. મારી માની ધરપકડ કરવામાં આવી છે અને મારા પણ પણ સતત નજર રાખવામાં આવી રહી છે. હું મારા જીવને જોખમ અનુભવી રહી છુ.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના નિર્ણય બાદ ત્યાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. 5 ઓગ્સટથી જમ્મુ કાશ્મીરમાં સંચારના બધા સાધનો બંધ છે. અહીં સુધી કે વર્તમાનપત્ર પણ નથી છપાઈ રહ્યા. રાજ્યના મોટાભાગના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ અને માનવાધિકાર એક્ટિવિસ્ટોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં જ લોકોને ઘરોમાંથી નીકળવા દેવામાં આવી રહ્યા છે.
ઈલ્તિઝાએ આ પહેલા પણ વૉટ્સએપ પર પોતાનુ નિવેદન જારી કરીને પોતાની મા મહેબુબા મુફ્તીની ધરપકડ કરાયાની માહિતી આપી હતી. તેણે શાહના સંસદમાં અપાયેલા નિવેદનને પણ ખોટુ ગણાવ્યુ હતુ જેમાં તેમણે નેતાઓને કસ્ટડીમાં ન લેવાની વાત કહી હતી. ઈલ્તિઝાએ કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરમાં માસ હાઉસઅરેસ્ટ કરવામાં આવ્યુ છે. ગૃહમંત્રી ખોટુ બોલી રહ્યા છે કે ફારુખ અબ્દુલ્લા અને બાકીના નેતાઓને નજરબંધ નથી કરવામાં આવ્યા, બધા કસ્ટડીમાં છે.












Click it and Unblock the Notifications
