For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેબૂબા મુફ્તીઃ કલમ 370 ખતમ કરવાનો અર્થ જમ્મુ કાશ્મીર પર ભારતનો બળજબરી કબ્જો હશે

જમ્મુ કાશ્મીરમાં મહેબુબા સરકારમાં સહયોગી પાર્ટી રહેલી ભાજપ આજકાલ પીડીપી પર હુમલા કરી રહી છે. વળી, પીડીપી પણ ભાજપ પર પલટવાર કરવાનો કોઈ મોકો નથી છોડી રહ્યા.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં મહેબુબા સરકારમાં સહયોગી પાર્ટી રહેલી ભાજપ આજકાલ પીડીપી પર હુમલા કરી રહી છે. વળી, પીડીપી પણ ભાજપ પર પલટવાર કરવાનો કોઈ મોકો નથી છોડી રહ્યા. બુધવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરતા કલમ 370 વિશે પીડીપી, ઉમર અબ્દુલ્લા અને કોંગ્રેસ પર ખૂબ નિશાન સાધ્યુ. હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ અમિત શાહના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ છે કે જે દિવસે તમે 370 ખતમ કરશો, તમારી પણ કબ્જો કરનારામાં ગણતરી થશે. જે રીતે ફિલિસ્તીન પર ઈઝરાયેલનો કબ્જો છે.

mehbooba mufti

પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે અમિત શાહ સાહેબ, મહેબૂબા મુફ્તી તમને કહી રહી છે, જે દિવસે તમે 370 ખતમ કરશો, તમારી પણ કબ્જો કરનારામાં ગણતરી થશે. જે રીતે ફિલિસ્તીન પર ઈઝરાયેલનો કબ્જો છે તે રીતે જમ્મુ કાશ્મીરમાં હિંદુસ્તાનનો કબ્જો હશે, જો તમે 370ને ખતમ કર્યુ.

આ પહેલા ચૂંટણી સભાઓથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે બે પ્રધાનમંત્રીનું સપનુ ક્યારેય નહિ પૂરુ થવા દઈએ. તેમણે સીમા પર ફાયરિંગ પર પાકને જવાબ આપતા કહ્યુ કે જો સીમા પરથી ગોળી આવશે તો અહીંથી ગોળા જશે. અમિત શાહે કહ્યુ હતુ કે ઉમર અબ્દુલ્લાને બધુ વારસામાં મળ્યુ. હવે કહે છે, 35એને ના અડતા, નહિતર જમ્મુ કાશ્મીરમાં વધુ એક પ્રધાનમંત્રી બનાવવા પડશે. શું ઉમર બનાવી દેશે પીએમ? અને જો તે બનાવશે તો શું અમે બેસી રહીશુ?

શાહે કહ્યુ હતુ કે ભાજપ જો વિપક્ષમાં પણ હશે તો પણ જમ્મુ કાશ્મીરને હિંદુસ્તાનથી કોઈ અલગ નહી કરી શકે. તેમણે કોંગ્રેસને પણ લપેટામાં લેતા કહ્યુ કે ઉમર અબ્દુલ્લા, મહેબુબા અને તેમના સરપરસ્ત રાહુલ બાબાના કાન ખોલીને સાંભળી લે કે જમ્મુ કાશ્મીરમાં અલગ પ્રધાનમંત્રી બનાવવાનું સપનુ ભાજપની હાજરીમાં ક્યારેય પૂરુ નહિ થાય.

આ પણ વાંચોઃ જવાહરલાલ નહેરુ ક્યાંથી લડી રહ્યા છે ચૂંટણી, હું તેમને મત આપીશઃ સ્વરા ભાસ્કરઆ પણ વાંચોઃ જવાહરલાલ નહેરુ ક્યાંથી લડી રહ્યા છે ચૂંટણી, હું તેમને મત આપીશઃ સ્વરા ભાસ્કર

English summary
Mehbooba mufti says Article 370 will be removed, India will be an occupational force in JK
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X