Men and Women Ratio : દેશમાં પ્રથમ વખત પુરૂષો કરતા વધુ મહિલાઓ
Men and Women Ratio : દેશની વસ્તીમાં પ્રથમ વખત મહિલાઓની વસ્તી પુરૂષોની વસ્તી કરતા વધી ગઈ છે. એક વખત મિસિંગ વુમનની ખોટ સહન કરી ચૂકેલા દેશ માટે આ સારા સમાચાર છે. એટલું જ નહીં દેશમાં પ્રજનન દર પણ નીચે આવ્યો છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે મુજબ દેશમાં હવે મહિલાઓની વસ્તી 1,000 પુરુષોની સામે 1,020 છે.


મહિલાઓની વસ્તીમાં આટલો વધારો
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને ભારતમાં મહિલાઓની ઓછી વસ્તી માટે 1990માં એક લેખમાં 'મિસિંગ વુમન' શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુભારતમાં ધીમે ધીમે વસ્તુઓ બદલાઈ ગઈ છે અને હવે દેશમાં મહિલાઓની વસ્તી પુરુષો કરતા વધી ગઈ છે.
1990ના દાયકામાં ભારતમાં દર હજારે સ્ત્રીઓ અનેપુરુષોનો ગુણોત્તર 927 હતો. 2005-06માં આ આંકડો ઘટીને 1000-1000 થયો હતો. જો કે, 2015-16માં તે ઘટીને 991 પ્રતિ હજાર પુરૂષો પર આવી ગયો હતો, પરંતુ આવખતે આ આંકડો 1000-1,020 સુધી પહોંચ્યો છે.

હવે એક મહિલાને માત્ર 2 બાળકો છે
સર્વેમાં વધુ એક મોટી વાત સામે આવી છે. પ્રજનન દર અથવા સ્ત્રી દીઠ બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. સર્વે અનુસાર સરેરાશ એક મહિલાને હવે માત્રબે જ બાળકો છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો કરતા ઓછા છે.
એવું માનવામાં આવે છે કે, ભારત વસ્તીના સંદર્ભમાં ટોચ પર પહોંચી ગયું છે. જો કે નવી વસ્તી ગણતરીબાદ જ તેની પુષ્ટિ થશે.

પ્રજનન દર ઘટ્યો, હવે વસ્તી પણ ઘટશે?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારના રોજ NFHSના આંકડા જાહેર કર્યા છે. પ્રજનન દર ઘટવાની અસર દેશની વસ્તીમાં ઘટાડામાં જોવા મળશે, તે અહીં જાણી શકાશેનહીં, તે આગામી વસ્તી ગણતરીમાં જ ખબર પડશે.
NFHSના સર્વેક્ષણના પાંચમા રાઉન્ડ મુજબ, 2010-14 દરમિયાન પુરૂષો માટે સરેરાશ આયુષ્ય 66.4 વર્ષ અનેસ્ત્રીઓ માટે 69.6 વર્ષ છે.

છોકરાની ઘેલછામાં કોઈ કમી નહીં!
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, બાળકોના જન્મ સમયે લિંગ ગુણોત્તર હજૂ પણ 929 છે. એટલે કે, છોકરાની ઈચ્છા હજૂ પણ લોકોમાં જોવા મળે છે. દર હજાર નવજાત જન્મેછોકરીઓની સંખ્યા માત્ર 929 છે.
જો કે, આકરા પગલા બાદ લિંગ નિર્ધારણમાં ઘટાડો થયો છે અને ભ્રૂણહત્યામાં ઘટાડો થયો છે. બીજી તરફ સ્ત્રીઓ પુરૂષો કરતાં લાંબુજીવે છે.

આ રીતે કરવામાં આવ્યો NFHS 5નો સર્વે
NFHS સર્વે 2019 અને 2021માં બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દેશના 707 જિલ્લાઓમાં 6,50,000 ઘરોમાં કરવામાં આવ્યો હતો.
બીજા તબક્કાનોસર્વે અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઓડિશા, પોંડિચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડજેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો.