BMW, Audi, મર્સિડીઝ પૈસાદાર ભારતીય રાજકારણીઓમાં માનીતી
પૈસાદાર ભારતીય રાજકારણીઓમાં રોડ પર પોતાની શાહી સવારી કાઢવા માટે મર્સિડીઝ, બીએમડબલ્યુ, ઔડી, જગુઆર તથા એસયુવી સૌથી વધુ માનીતી કાર બ્રાન્ડ્સ છે.
મર્સિડીઝ, BMW અને જગુઆર જેવી બ્રાન્ડની કાર દેશના અગ્રગણ્ય અને શ્રીમંત નેતાઓમાં હોટ ફેવરિટ છે. જ્યારે સ્કોર્પિઓ અને ટાટા સફારી જેવી સ્વદેશી બ્રાન્ડ્સની એસયુવી સામાન્ય પસંદગીમાં આવે છે.

અરૂણ જેટલી
અમૃતસરમાં ભાજપના ઉમેદવાર અરૂણ જેટલી પાસે મર્સિડીઝ, BMW, હોન્ડા એકોર્ડ, ટોયોટા ફોર્ચ્યૂનર અને પોર્શ કાર છે. વ્યવસાયે લૉયર જેટલી પાસે નાણાકીય વર્ષ 2012-13માં કુલ રૂ. 2.61કરોડની આવક હતી, એવું તેમના સોગંદનામામાં દર્શાવેલું છે.

મનોજ તિવારી
ભાજપના એક અન્ય ઉમેદવાર અને ભોજપુરી ફિલ્મોના અભિનેતા મનોજ તિવારી હાલ ઈશાન દિલ્હીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની પાસે ઔડી-Q7, મર્સિડીઝ બેન્ઝ E280, ફોર્ચ્યૂનર, હોન્ડા સિટી GXI કાર સહિત વિદેશી બ્રાન્ડની કારોનો કાફલો છે.

હેમા માલિની
બોલીવૂડ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલાં હેમા માલિની, જે મથુરામાંથી ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે, તેમની પાસે એક મર્સિડીઝ અને ટોયોટા ઈનોવા કાર છે. જ્યારે તેમનાં એક્ટર પતિ ધર્મેન્દ્ર પાસે રેન્જ રોવર, મારુતિ800 અને એક મોટરબાઈક છે.

જ્યોતિ મિર્ધા
કોંગ્રેસનાં મહિલા નેતા જ્યોતિ મિર્ધા રાજસ્થાનમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સૌથી શ્રીમંત મહિલા ઉમેદવાર છે. તે નાગૌરનાં સંસદસભ્ય છે. તેમની પાસે મર્સિડીઝ કાર છે.

કુલદીપ બિશ્નોઈ
હરિયાણા જનહિત કોંગ્રેસના વડા કુલદીપ બિશ્નોઈ પાસે એક જગુઆર XF, એક ઔડી Q7 અને એક રેન્જ રોવર સહિત પાંચ કાર છે.

મોહમ્મદ અઝહરુદ્દીન
ભૂતપૂર્વ ક્રિકેટર અને ટોંક સવાઈ માધોપુરના કોંગ્રેસી ઉમેદવાર મોહમ્મદ અઝહરુદ્દીન પાસે હોન્ડા સીઆરવી અને એક BMW 650i કાર છે.

મિનાક્ષી લેખી
ભાજપનાં પ્રવક્તા મિનાક્ષી લેખીનાં પતિનાં નામે જગુઆર, બીટલ, BMW અને શેવરોલે કાર છે. તેમનાં પતિ અમાન લેખી વ્યવયાસે લૉયર છે.












Click it and Unblock the Notifications
