For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: લવ બર્ડ્સનું નવું ઠેકાણું બન્યું મેટ્રો, ફાઇન આપીને લે છે ટાઇમ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 નવેમ્બર: દિલ્હી મેટ્રો માત્ર દિલ્હીની લાઇફ લાઇન જ નહીં પરંતુ આ પ્રેમી પંખીડાઓનું નવું ઠેકાણું પણ બની ગયું છે. 25 રૂપિયાની ટોકન લઇને આ પ્રેમી પંખીડાઓ કલાકો સુધી મેટ્રો અને મેટ્રો સ્ટેશનમાં એક સાથે સમય વિતાવે છે. મેટ્રો તેમના માટે સુરક્ષિત ઠેકાણું છે. જ્યાં કોઇ પ્રકારની રોકટોક નથી અને પરિવાર વાળા અને સગાઓનો પણ ડર પણ નથી. કલાકો સુધી આ પ્રેમી પંખીડા મેટ્રો અને મેટ્રો સ્ટેશન પર પ્રેમાલાપ કરે છે.

ડીએમઆરસીના આંકડા પર નજર નાખીએ તો માલૂમ પડે છે કે દિલ્હી મેટ્રો લવ બર્ડ્સનું ફેવરિટ પ્લેસ બનતું જઇ રહ્યું છે. દિલ્હી મેટ્રોમાં દર મહિને 1 લાખથી વધારે યાત્રાળુ પર મેટ્રો સ્ટેશનની અંદર નિર્ધારિત સીમાથી વધારે સમય ગાળવાના પગલે દંડ લગાવવામાં આવે છે. આ વાત એટલી મહત્વની નથી જેટલી કે આ દંડ આપનારાઓમાં મોટાભાગના પ્રેમી પંખીડા હોય છે. જે એક વાર મેટ્રોની ટોકન ખરીદીને તેને લવર્સ પોઇંટ બનાવી દે છે. મેટ્રો સ્ટેશનોના ખૂણામાં આપને સરળતાથી પ્રેમી પંખીડા મળી જશે.

metro station
કાશ્મીરી ગેટ, રાજીવ ચોક અને કીર્તિ નગર જેવા ઇંટરચેંજ સ્ટેશનો યુવા જોડાની પહેલી પસંદ છે. જ્યારે યમુના બેંક, રાજૌરી ગાર્ડન, જનકપુરી અને કુતુબમીનાર સ્ટેશનમાં પણ આ જોડા આપને ઇશ્ક ફરમાવતા મળી જશે. તેઓ મેટ્રોને પ્રેમ કરવા માટેનું સૌથી સુરક્ષિત સ્થળ માને છે. સામાન્ય લોકોએ ફરિયાદ કરી તો રાજીવ ચોક સ્ટેશન પર દેખરેખ વધારી દેવામાં આવી છે. આ લવ બર્ડ્સને એક સ્ટેશનથી ખદેડવામાં આવે છે તો તેઓ અન્ય સ્ટેશન પર ચાલ્યા જાય છે.

અત્રે યંગ કપલ્સ સૌથી વધારે સંખ્યામાં જોવા મળે છે. જોકે મેટ્રો ભાડામાં જ યાત્રી 170 મિનિટ સુધી મેટ્રોમાં વિતાવી શકે છે. જો ટાઇમ તેનાથી વધારે થઇ જાય છે તો 50 રૂપિયાનો દંડ થાય છે. એવામાં આ યંગ કપલ્સ મેટ્રો સ્ટેશનની અંદર આરામથી બે-અઢી કલાક વિતાવે છે.

આંકડાઓ પર નજર નાખીએ તો આ વર્ષે જુલાઇમાં 1,01,730 અને ઓગસ્ટમાં 1,07,487 યાત્રિયોને મેટ્રો સિસ્ટમની અંદર નિર્ધારિત સમય સીમાથી વધારે સમય વિતાવવા માટે દંડ આપવો પડ્યો. જ્યારે સપ્ટેમ્બરમાં 1,08,725 અને ઓક્ટોબરમાં 1,02,874 દંડ રહ્યો.

જુઓ વીડિયોમાં પ્રેમી પંખીડાઓનો પ્રેમાલાપ...

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/WkbGurovcxc" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
For the price of a parking ticket at a mall you can spend more than three hours hopping trains and idling at platforms on Delhi Metros grid. No wonder, the Metro has become a popular dating space in the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X