For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ચિત્રકાર એમ એફ હુસૈનની આજે પુણ્યતિથિ, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ

ભારતીય ચિત્રકાર એમ એફ હુસૈનની આજે પુણ્યતિથિ, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ

|
Google Oneindia Gujarati News

ભારતીય ચિત્રકાર એમ એફ હુસૈને પોતાના પેન્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મોમાં હોર્ડિંગ બનાવીને કરી હતી. તેમનો બૉલીવુડ સાથેનો પ્રેમ તો સૌકોઈ જાણે જ છે. 9 જૂન 2011ના રોજ 95 વર્ષની ઉંમરે તેમનું લંડન ખાતે નિધન થયું હતું. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1015માં પંઢરપુર ખાતે થયો હતો. તેમણે પોતાના રંગોથી ભારતીય પેન્ટિંગને એક ઓળખ આપી હતી. જે કર્યારેય ધૂંધળી ન પડી, તેમના રંગોમાં ભારતની ધરતી, ખાસ કરીને માળવાની માટીની સુગંધ જોવા મળે છે.

MF Husain

તેમણે મુંબઈ આવીને અનેક ફિલ્મો સાથે કામ કર્યું. ચિત્રકાર મકબુલ ફિદા હુસૈન ફિલ્મ જગતની અનેક સુંદરીઓ પ્રત્યે ખુબ જ પ્રભાવિત હતા, જેમાં માધુરી દિક્ષિતનું નામ સૌથી ઉપર આવે છે, તેમની પહેલી ફિલ્મ ગજગામીની આવે છે જેમાં માધુરી દિક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જે બાદ તેમણે તબ્બૂ સાથે મિનાક્ષી અને ટેલ ઑફ 3 સિટીઝ પણ બનાવી હતી. તેઓ એક સારા ચિત્રકાર હોવાની સાથે ફિલ્મકાર પણ હતા.

Recommended Video

Death Anniversary : ભારતીય પેઇન્ટર તરીકે જાણીતા એમ એફ હુસૈનની આજે પુણ્યતિથિ

ભારતીય દેવી દેવતાઓના વિવાદિત ચિત્રોને કારણે ભારતના અનેક સ્થળોએ તેમનો ઉગ્ર વિરોધ થયો હતો. જે કારણે તેમણે 2006માં ભારત છોડવું પડ્યું હતું, 1967માં તેમને પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા હતા, તેમજ તેમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

બીબીસીના રિપોર્ટ મુજબ એમએફ હુસૈન 2006માં ભારત છોડતા પહેલાં અઠવાડિયું અમદાવાદમાં જ રહ્યા હતા. તેમના પરદાદાને પણ અમદાવાદમાં જ દફનાવવામાં આવ્યા હતા. એમ એફ હુસૈને જ્યારે દેવી દેવતાઓના વિવાદિત ચિત્રો દોર્યાં ત્યારે તેમનો જબરો વિરોધ થયો હતો, અમદાવાદમાં બે વખત આંદોલન થયું હતું. બીજી તરફ હુસૈન-દોશી ગુફા પર હિંદુ સામ્રાજ્ય સેનાએ હુમલો કર્યો હતો.

એક વખત ઈન્ટર્વ્યૂમાં એમ એફ હુસૈને કહ્યું હતું કે "કળા જોખમી છે અને તે જોખમી ન હોય તો તે કળા નથી. મેં જ્યારે પણ જે કંઈ કર્યું એ સમર્પણ ભાવ અને પ્રેમથી કર્યું છે, કોઈને દુખી કરવા માટે નહીં, એટલે માફી માંગવાનો પ્રશ્ન જ નથી."

English summary
MF Husain Death Anniversary: Indian painter had to leave india due to controversial paintings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X