For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, કેન્દ્ર સરકારે મંગાવ્ય આવેદન

ભારતની નરેન્દ્ર મોદી સરકારે બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા માટે મોટો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતની નરેન્દ્ર મોદી સરકારે બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા માટે મોટો નિર્ણય કર્યો છે. દેશના 13 જિલ્લામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે. આના માટે કેન્દ્ર સરકારે આવેદન મંગાવ્યા છે. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓ આ બિન મુસ્લિમ શરણાર્થીઓ રહી રહ્યા છે. જેમનો ધર્મ હિંદુ, જૈન, સિખ કે પછી બૌદ્ધ છે. સરકારે તેમની પાસે ભારતીય નાગરિકતા માટે આવેદન મંગાવ્યા છે. નાગરિકતા કાયદો 1955 અને 2009માં બનેલા કાયદા હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના તત્કાળ કાર્યાન્વય માટે એક અધિસૂચના જારી કરી છે.

passport

શુક્રવારે (28 મે) જારી એક અધિસૂચનામાં ગૃહ મંત્રાલયે કહ્યુ કે ગુજરાતમાં મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા, છત્તીસગઢમાં દુર્ગ અને બલૌદાબાજાર, રાજસ્થાનમાં જાલોર, ઉધયપુર, પાલી, બાડમેર અને સિરોહી, હરિયાણામાં ફરીદાબાદ અને પંજાબના જાલંધરમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી સમાજ હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ લોકોને ભારતીય નાગરિક તરીકે રજિસ્ટર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. નાગરિકતા કાયદા 1955ની કલમ 16 હેઠળ મળેલી શક્તિઓનો ઉપયોગ કરીને મંત્રાલયે કાયદાની કલમ પાંચ હેઠલ આ નિર્ણય કર્યો છે.

જારી થયેલી અધિસૂચના અનુસાર નાગરિકોએ રજિસ્ટ્રેશન કે દેશીકરણનના પ્રમાણપત્ર માટે આવેદન ઑનલાઈન કરવાનુ રહેશે. આવેદનની ખરાઈ જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરે કલેક્ટર કે સચિવો દ્વારા એક સાથે કરવામાં આવશે. આવેદન અને તેનો રિપોર્ટ ઑનલાઈન પોર્ટલ પર કેન્દ્ર સરકારને એક સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારે 2019માં લાગુ સંશોધિત નાગરિકતા કાયદો(સીએ) હેઠળ નિયમો હાલમાં તૈયાર કર્યા નથી. નાગરિકતા સુધારા કાયદો 2019માં બનાવવામાં આવ્યો હતો. સીએએ હેઠળ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન શોષિત કરવામાં આવેલા આવા લઘુમતી બિન મુસ્લિમોને નાગરિકતા આપવાની જોગવાઈ છે જે 31 મે, 2014 સુધી ભારત આવી ગયા હતા.

English summary
MHA invites applications for Indian citizenship from non-Muslim refugees of Afghanistan, Pakistan, Bangladesh living in 13 districts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X