ઇન્ડિયન એરફોર્સનું મિગ 21 ક્રેશ, પાયલટનું મોત

રક્ષા સૂત્રોએ વિમાન દુર્ઘટનામાં પાયલટના મોતની જાણકરી આપી. તેમણે જણાવ્યું કે મિગ 21 નિયમિત ઉડાન પર હતા અને પાછા ફરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. જોકે આ ફાઇટર વિમાનના ક્રેશ થવાનું કારણ હજી જાણી શકાયું નથી.
રક્ષા પ્રવક્તા એસડી ગોસ્વામીના અનુસાર દુર્ઘટનાના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે. આ વિમાનના ક્રેશ થવાથી અન્યને જાનમાલનું નુકસાન થયું છે કે નહીં તે અંગેની જાણકારી પણ હજી પ્રાપ્ત નથી.












Click it and Unblock the Notifications
