'મોદી સરકાર' આવી તો મિલિટ્રી થશે અનિવાર્ય: વીકે સિંહ
નવી દિલ્હી, 17 એપ્રિલ: આ દિવસોમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને બીજા અન્ય વરિષ્ઠ નેતા અલગ-અલગ મંચોથી વાયદા-વચનો આપી રહ્યા છે કે એનડીએના સત્તામાં આવવા પર અલગ અલગ પાસા પર કયા પગલા ભરવામાં આવશે.
ઉમા ભારતીએ પહેલા કહ્યું હતું કે જો મોદી વડાપ્રધાન બનશે તો, રોબર્ડ વાડ્રાને જેલ જવું પડશે. પરંતુ મોદીએ સ્પષ્ટ કર્યું કે આવું કઇ નથી. તેમણે દાવો કર્યો કે તેઓ બદલાની રાજનીતિમાં વિશ્વાસ નથી રાખતા.
પરંતુ હવે બીજી બાજું આ પ્રકારનું નિવેદન આવ્યું છે, જેની પર તમામનું ધ્યાન જઇ શકે છે. ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ અને ગાઝિયાબાદથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા વી.કે સિંહે આ નિવેદન કર્યું છે.

તેમણે સેનામાં અધિકારીઓ અને જવાનોના સ્તર પર લોકોની ઉણપની વાતને ઉઠાવી અને જણાવ્યું કે ખાલી પદોને પ્રાથમિકતાના આધાર પર ભરવી જોઇએ.
સિંહે નિવેદન આપ્યું કે તેમણે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશ તમામ શાળા અને કોલેજમાં આવા કોર્ષ શરૂ કરાવા જોઇએ, જે બાળકો અને યુવાનોને ભારતીય સેના માટે તૈયાર કરે.
જોકે સિંહે શિક્ષાહિતને ધ્યાનમાં રાખીને સૂચન કર્યું છે કે પાર્ટી વિરોધી તત્વ તેને પોતાની રીતે પ્રસારિત કરી વીકે સિંહ તથા ભાજપના ટિકાનો વિષ બનાવી શકે છે.












Click it and Unblock the Notifications
