Video : શહીદની માતા સાથે બેશર્મી કરતા જોવા મળ્યા ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી, શિવસેનાએ ખરીખોટી સંભળાવી
શહીદોની ચિત્તાઓ પર વોટબેંકની રાજનીતિ કરવા માટે બદનામ બીજેપી નેતાઓ હવે ફરીથી કંઈક આવુ જ કરતા જોવા મળ્યા છે. યુપીના બીજેપી નેતા અને મંત્રીની શહીદની માતા સાથેની બેશર્મી વાયરલ થઈ રહી છે.
યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની યુપી સરકારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે.

કેપ્ટનના ઘરે પહોંચેલા યોગી સરકારમાં કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય શહીદની માતાને સહાયની રકમનો ચેક સોંપતી વખતે ફોટો પડાવવાનું ભૂલ્યા નહીં, મંત્રી તેમના ઘરે હાજર હતા ત્યારે શહીદ શુભમની માતા ચોધાર આસુંએ રહી રહી હતી પણ ફોટો પડાવવા માટે બદનામ બીજેપી નેતા તેમની આદત છોડી શક્યા નહીં.
આ ફોટો સામે આવ્યા બાદ વિપક્ષી નેતાઓ સાથે સામાન્ય લોકો પણ યોગી સરકારના મંત્રી પર થુ થુ કરી રહ્યા છે. શિવસેનાએ આકરી ટીકા કરતા મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય પર નિશાન સાધ્યુ અને પાર્ટી પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, આ લોકો કેમેરા વગર રહી શકતા નથી અને શાંતિથી શોક પણ મનાવવા નહીં દે.
निर्लज, बेशर्म, असंवेदनशील। pic.twitter.com/OxzOG956RQ
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 24, 2023
પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર એક ટ્વિટમાં લખ્યું કે, મા પુત્ર વિયોગે તડપી રહી છે ત્યાં આવી બેશર્મી ન કરવી જોઈએ. તેમ છતાં મંત્રી તેમનું ફોટો સેશન ચાલુ રાખી રહ્યા છે. આ કેવી બેશર્મી છે? આ હૃદયહીન લોકો શહીદના પરિવારને શાંતિથી શોક પણ મનાવવા નહીં દે.
પ્રિયંકા ચતુર્વેદીએ એક્સ વિથ ઇકો પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે ભાજપ સરકારના મંત્રી પર નિશાન સાધતા લખ્યું કે, નિર્લજ્જ, બેશરમ, સંવેદનહીન.












Click it and Unblock the Notifications
