For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના દર્દીઓ માટે નવી ડિસ્ચાર્જ પૉલિસી જારી, જાણો ક્યારે મળશે છુટ્ટી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(એમએએચએફડબ્લ્યુ)એ કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્દ પૉલિસી જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(એમએએચએફડબ્લ્યુ)એ કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પૉલિસી જારી કરી છે. આ સુધારેલી ડિસ્ચાર્જ પૉલિસી મુજબ જો દર્દીમાં કોઈ લક્ષણ જોવા ન મળે તો તેેને દસ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ડિસ્ચાર્જ પહેલા પરીક્ષણની કોઈ જરૂર નહિ હોય. આવા વ્યક્તિને સલાહ આપવામાં આવશે કે તે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી આઈસોલેશનમાં રહે અને ગાઈડલાઈનનુ પાલન કરે. જો કે ગંભીર રોગો સામે લડી રહેલ કોરોના પીડિત દર્દી પર નિર્ણય તેમની સ્થિતિને જોઈને ડૉક્ટર્સ લેશે.

coronavirus

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના ખતરનાક રુપ લઈ લીધુ છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 60 હજારને પાર પહોંચી ગઈ છે. માટે હોસ્પિટલો પાસે દર્દીઓને ભરતી કરવાનુ સંકટ ઉભુ થયુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ્યાં સુધી 24 કલાકની અંદર બે વાર આરટી અને પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ કોરોના દર્દીને સ્વસ્થ માનવામાં આવતો નહોતો. જો કે હવે એક ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. હોસ્પિટલમાં ભરતી દર્દીઓ માટે નવા દિશા-નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં ભારતમાં 20 હજાર કોરોના સંક્રમિત નવા કેસ સામે આવ્યા છે. જે રીતે નવા કેસ સામે આવી રહ્યા છે તેનાથી દેશમાં આરોગ્યની સુવિધાઓની મુશ્કેલી ઉભી થઈ શકે છે. સ્થિતિને જોતા લાગે છે કે દેશમાં કોરોનાની ગતિ હજુ વધુ ઝડપથી વધશે અને હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની પણ ઉણપ સર્જાશે. કોરોનાની ગતિને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે જૂન અને જુલાઈ હજુ વધુ ખતરનાક થઈ શકે છે.

આ પણ વાંચોઃ ભારતના IT પ્રોફેશનલ્સને મળતા H-1B વિઝા પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પઆ પણ વાંચોઃ ભારતના IT પ્રોફેશનલ્સને મળતા H-1B વિઝા પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ

English summary
Ministry of Health and Family Welfare issues revised discharge policy for coronavirus patients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X