For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાલઘર મામલોઃ ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો

મહારાષ્ટ્રના પાલઘરમાં 17 એપ્રિલે ચોરીની શંકામાં ત્રણ લોકોની ગ્રામીઓએ મારી મારીને હત્યા કરી દીધી.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પાલઘરમાં 17 એપ્રિલે ચોરીની શંકામાં ત્રણ લોકોની ગ્રામીઓએ મારી મારીને હત્યા કરી દીધી. આ ઘટના વિશે હવે ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાલઘરની ઘટના પર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત પણ કરી છે. કેસને ધ્યાનમાં લેતા પાલઘરના એસપી ગૌરવ સિંહે કાસાના પોલિસ સ્ટેશનના બે પોલિસ કર્મીઓે સસ્પેન્ડ કરી દીધા છે.

palghar

આ ઉપરાંત પોલિસે 110 લોકો સામે એફઆઈઆર નોંધી છે જેમાંથી 101ને 30 એપ્રિલે પોલિસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને 9 સગીરોને એક કિશોર આશ્રય ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં મુંબઈમાં પાલઘરમાં ગડચિનચલે ગામમાં ચોરીની શંકામાં આ ગ્રામીઓએ ત્રણ લોકોને મારી મારીને હત્યા કરી દીધી હતી. કલેક્ટર કૈલાસ શિંદેના જણાવ્યા અનુસાર ત્રણે લોકોનુ હોસ્પિટલમાં મોત થઈ ગયુ.

ત્યારબાદ લગભગ 110 ગ્રામીણોને પૂછપરછ માટે પોલિસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા. જેમની સામે કેસ નોંધવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ત્રણે લોકો મુંબઈથી સુરત કોઈના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે જઈ રહ્યા હતા ત્યારે પાલઘર નજીક આવતા જ અચાનક 100 લોકોની ભીડ તેમના પર તૂટી પડી. ભીડે આ ત્રણેને કારની બહાર ખેંચી લીધા, આ લોકો ભાડાની કારથી સુરત જઈ રહ્યા હતા.

માત્ર એટલુ જ નહિ ગ્રામીઓએ પોલિસની ગાડી પર પણ હુમલો કર્યો. કેસમાં પોલિસ અધિકારીએ જણાવ્યુ કે અમે જેવી ઘટનાની માહિતી મળી કે તરત જ અમે ત્યાં પહોંચી ગયા. હુમલાખોરો ગ્રામીણોની સંખ્યા એટલી વધુ હતી કે અમે પીડિતોને બચાવી ન શક્યા.તમને જણાવી દઈએ કે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલિસ પણ દેખાઈ રહ્યો છે. નવાઈની વાત એ રહી કે પોલિસની હાજરીમાં આ લોકોની મારી મારીને હત્યા કરી દેવામાં આવી.

આ પણ વાંચોઃ કોરોનાને મ્હાત આપનાર લોકોને અજય દેવગણે કરી અપીલ, તો જોરદાર થયા ટ્રોલઆ પણ વાંચોઃ કોરોનાને મ્હાત આપનાર લોકોને અજય દેવગણે કરી અપીલ, તો જોરદાર થયા ટ્રોલ

English summary
ministry of home affairs seeks report from maharashtra government over palghar incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X