પ્રધાનમંત્રી કાર્યાલયમાં લાગી આગ, કોઇ મોટું નુકસાન નહીં
નવી દિલ્હી, 29 એપ્રિલઃ પહેલાથી જ બે સહયોગીઓના પુસ્તકો પીએમઓ માટે તણાવ પેદા કરી ચૂકી છે, હવે આગે વડાપ્રધાન કાર્યલયને પોતાનું નિશાન બનાવ્યું છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સ્થિત વડાપ્રધાન કાર્યાલયના એક રૂમમાં મંગળવારે સવારે આગ લાગી ગઇ.

પીએમઓના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, સાઉથ બ્લોક સ્થિત પીએમઓના એક રૂમના યુપીએસમાં શોટ સર્કિટ થયું, જેમાં ઘુમાડો ફેલાવવા લાગ્યો. ફાયર એલાર્મ સળગવા લાગ્યો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જો કે રૂમમાં ઇન્ટીરિયર ઉપરાંત અન્ય કોઇ કિંમતી વસ્તુઓને નુકસાન પહોંચ્યું નથી.
દિલ્હી ફાયર બ્રિગેડના નિદેશક એકે શર્માએ જણાવ્યું કે, વડાપ્રધાન કાર્યલાયના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત એક રૂમમાં સામાન્ય આગ લાગી હતી. સવારે છ વાગ્યાની આસપાસ ફોનમાં આ સૂચના મળી હતી. આગથી કોઇપણ પ્રકારનું નુકસાન થયું ન હોવાનું પીઓમઓના પ્રવક્તાએ જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
