Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂંટણીઃ નાગરિકોને મતદાન કરવા પીએમ મોદીની અપીલ

લોકસભા ચૂંટણીઃ નાગરિકોને મતદાન કરવા પીએમ મોદીની અપીલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની કુલ 117 સીટ પર મતદાન થઈ રહ્યું છે, આ તબક્કામાં ગુજરાત (26) અને કેરળ (20)ની બધી સીટ પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તર પ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓરિસ્સાની 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, આસામની 4, ગોવાની 2, દાદરા અને નગર હવેલી, દીવ-દમણ, જમ્મુ અને કાશ્મીર તથા ત્રિપુરાની 1-1 સીટ પર મતદાન થઈ રહ્યું છે.

વોટિંગ માટે મોદીની અપીલ

સવારે સાત વાગતા જ વોટિંગ રૂ થઈ ચૂક્યું છે. મતદાન પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી દેશની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે, તેમણે ખાસકરી યુવાઓને અપીલ કરી છે કે તેઓ આજે વોટિંગ જરૂર કરે અને લોકતંત્રને મજબૂત કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે.

શાહ-રાહુલની પ્રતિષ્ઠા દાવ પર

આ તબક્કાની સૌથી ખાસ વાત એ છે કે ભજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના અધ્યક્ષ ચૂંટણી મેદાનમાં છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ગાંધીનગરથી પાર્ટીના ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ તબક્કામાં કેરળના વાયનાડ સંસદીય ક્ષેત્રથી ઉમેદવાર છે.

23 મેથી મતગણતરી શરૂ થશે

લોકસભાની 543 સટ માટે સાત તબક્કામાં ચૂંટણી થશે, મતગણતરી 23 મેના રોજ થશે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે વોટિંગ થયું હતું, જ્યારે બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે થયું હતું.

મતદાન માટે સુરક્ષાની કડક વ્યવસ્થા

ચૂંટણી પંચે આના માટે 2.10 લાખ મતદાન કેન્દ્ર બનાવ્યાં છે અને સુરક્ષાના પુષ્તા ઈંતેજામ કર્યા છે, આ ઉપરાંત મતદાતાઓમાં જાગરૂકતા વધારવાના ઉદ્દેશ્યથી કેટલાય પોલિંગ બૂથોને સજાવ્યા છે જેથી વોટર વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો ઈસ્તેમાલ કરે. ત્રીજા તબક્કાના મતદાનમાં 18.56 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ચૂંટણી પંચે બધા વોટર્સને અપીલ કરી છે કે તેઓ પોતાના મતનો ઉપયોગ જરૂર કરે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X