For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોડી રાત્રે જંગલ પાસે મળી 6 છોકરીઓ, કારણ જાણી પોલીસ પણ હેરાન

મિર્ઝાપુર જિલ્લાના અહરોરા પોલીસને રાત્રે જંગલ કિનારે 6 છોકરીઓ મળી. આટલી મોડી રાત્રે આ છોકરીઓને લાવારીશ હાલતમાં જોઈને પોલીસ પણ હેરાન થઇ ગયી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મિર્ઝાપુર જિલ્લાના અહરોરા પોલીસને રાત્રે જંગલ પાસે 6 છોકરીઓ મળી. આટલી મોડી રાત્રે આ છોકરીઓને લાવારીશ હાલતમાં જોઈને પોલીસ પણ હેરાન થઇ ગયી. પોલીસે પહેલા આ છોકરીઓની પૂછપરછ કરી. ત્યારપછી તેમને ઘરે લઇ જવાની વાત કહી. ઘરે જવાની વાત પર છોકરીઓ ગભરાઈ ગયી. જયારે પોલીસે તેમને ઘરે નહીં જવાનું કારણ પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું કે જો તેઓ ઘરે ગયા તો ઘરવાળા તેમની પીટાઈ કરશે. આ સાંભળીને પોલીસ પણ હેરાન થઇ ગયી કે આખરે કયું કારણ છે કે છોકરીઓ ઘરે જવાની ના પાડી રહી છે. છોકરીઓ ઘ્વારા ઘરે નહીં જવા માટે જે કારણ જણાવ્યું તે ખુબ જ હેરાન કરે તેવું છે.

અહરોરા ચોકી વિસ્તારનો મામલો

અહરોરા ચોકી વિસ્તારનો મામલો

આખો મામલો અહરોરા ચોકી વિસ્તારના બરહી ગામનો છે. જ્યાં કેટલીક છોકરીઓ પશુઓને ચરાવવા માટે જંગલમાં ગયી હતી. અહરોરા વિસ્તારના બરહી ગામની અલગ અલગ ઘરની 6 છોકરીઓને તેમના પરિવારે 20 ગાય અને બળદ લઈને ચરાવવા માટે મોકલી હતી. સાંજે 4 વાગ્યે પશુઓને ચરાવ્યા પછી જયારે તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને પશુઓની ગણતરી કરી.

એક બળદ ખોવાઈ જવાની બીકે ઘરે જતા ગભરાઈ રહી હતી

એક બળદ ખોવાઈ જવાની બીકે ઘરે જતા ગભરાઈ રહી હતી

ગણતરી કરતા તેમને ખબર પડી કે બધા જ પશુઓમાં એક બળદ ઓછું છે આજુબાજુ જોવા છતાં પણ બળદ મળ્યું નહીં. પશુઓના ગાયબ થવા પર માતાપિતાની મારના બીકે છોકરીઓ પશુઓને છોડીને અહરોરા જંગલ તરફ ચાલી ગયી.

રાત પડતા રસ્તા પાસે બેસી રહી

રાત પડતા રસ્તા પાસે બેસી રહી

રાત વધારે પડવા કારણે છોકરીઓ રસ્તાને કિનારે જ બેસી ગયી. તે સમયે અહરોરા થી પસાર થઇ રહેલા ચોકી ઇન્ચાર્જ આલોક કુમાર સિંહએ રસ્તા કિનારે બેસેલી છોકરીઓને જોઈને તેમને ચોકી લઇ આવ્યા. પોલીસે છોકરીઓના પરિવારને સૂચના આપી. સૂચના મળતા જ પરિવારજનો આવ્યા અને પોલીસે બાળકીઓને તેમને સોંપી દીધી. પોલીસે જણાવ્યું કે માતાપિતાની મારની બીકે તેઓ ઘરે આવતી ના હતી.

English summary
Mirzapur police handover 6 girls to their parents who allegedly lost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X