For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે Spicejet ની ફ્લાઈટમાં ક્રુ સાથે ગેરવર્તન, યાત્રીને ફ્લાઈટમાંથી ઉતારી દેવાયો

એરલાઈને જણાવ્યુ કે, વેટ-લીઝ્ડ કોરેન્ડોન એરક્રાફ્ટ SG-8133 દિલ્હી-હૈદરાબાદ માટે નિર્ધારિત હતું. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે અયોગ્ય વર્તન કર્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ એરલાઈન સતત વિવાદમાં આવી રહી છે. હાલમાં જ એક મહિલા પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ સિવાય બીજેપી નેતા તેજસ્વી સુર્યાએ ફ્લાઈટનો ઈમરજન્સી દરવાજો ખોલી દેતા વિવાદ થયો હતો. હવે વધુ એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે.

spicejet

સામે આવી રહેલી વિગતો અનુસાર, સ્પાઈસજેટની ફ્લાઈટમાં કેબિન ક્રુ સાથે ગેરવર્તનની ઘટના સામે આવી છે. સ્પાઈસજેટ તરફથી શેર કરવામાં આવેલા એક વીડિયોમાં આ ઘટનાનો ખુલાસો થયો છે. વીડિયો બાબતે જાણકારી આપતા એરલાઈને જણાવ્યુ કે, વેટ-લીઝ્ડ કોરેન્ડોન એરક્રાફ્ટ SG-8133 દિલ્હી-હૈદરાબાદ માટે નિર્ધારિત હતું. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે અયોગ્ય વર્તન કર્યું હતું. ઘટના બાદ યાત્રીને ફ્લાઈટમાંથી ઉતારીને સુરક્ષાકર્મીઓને સોંપવામાં આવ્યો હતો.

વિગતો અનુસાર, આ યાત્રીએ કેબિન ક્રુને હેરાન કર્યા હતા. જે બાદ કેબિન ક્રૂએ પીઆઈસી અને સિક્યોરિટી સ્ટાફને ઘટનાની જાણ કરી. આ યાત્રી અને તેના સાથી યાત્રીને ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે કેબિન ક્રૂ કે સહયાત્રીઓ સાથે દુર્વ્યવહારની ઘટનાનો વધી રહી છે.

English summary
Misbehavior with crew on Spicejet flight, passenger kicked off flight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X