For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ યુનિવર્સ બન્યા પછી ભારતની દીકરી હરનાઝ સંધૂ બોલી, 'ચક દે ફટ્ટે ઈન્ડિયા..'

ભારતની જીત પર ગર્વ વ્યક્ત કરીને હરનાઝ કહે છે, 'ચક દે ફટ્ટે ઈન્ડિયા, ચક દે ફટ્ટે...'. જુઓ વીડિયો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતની હરનાઝ કૌર સંધૂએ 70મી મિસ યુનિવર્સ 2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઈઝરાયેલના ઈલિયટમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ, 2021નો તાજ ભારત લાવીને હરનાઝ કૌર સંધૂએ દેશને ગૌરવાન્વિત કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સ મેક્સિકોની એંડ્રિયા મેજાએ ભારતની દીકરી હરનાઝ કૌર સંધૂને મિસ યુનિવર્સ 2021નો ક્રાઉન પહેરાવ્યો. મિસ યુનિવર્સ 2021નો તાજ પહેર્યા બાદ હરનાઝને પોતાના સાથી સ્પર્ધકો સાથે મંચ પર ઉજવણી કરતી જોઈ શકાય છે. ભારતની જીત પર ગર્વ વ્યક્ત કરીને હરનાઝ કહે છે, 'ચક દે ફટ્ટે ઈન્ડિયા, ચક દે ફટ્ટે...' જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ બે દેશોને પછાડીને મિસ યુનિવર્સ બની હરનાઝ કૌર

આ બે દેશોને પછાડીને મિસ યુનિવર્સ બની હરનાઝ કૌર

હરનાઝ કૌર મિસ પરાગ્વે અને મિસ સાઉથ આફ્રિકાને ફાઈનલ રાઉન્ડમમાં પછાડીને મિસ યુનિવર્સ બની છે. મિસ પરાગ્વે ફર્સ્ટ રનર અપ રહી હતી અને સેકન્ડ રનર અપ મિસ સાઉથ આફ્રિકા રહી હતી. ફાઈનલ રાઉન્ડ દરમિયાન ટૉપ 3 ફાઈનલિસ્ટને પૂછવામાં આવ્યુ હતુ, 'આજના દબાણનો સામનો કરવા માટે યુવા મહિલાઓને તમે શું સલાહ આપશો.'

'મને મારા પર વિશ્વાસ હતો માટે હું અહીં છુ...'

'મને મારા પર વિશ્વાસ હતો માટે હું અહીં છુ...'

યુવા મહિલાઓને સલાહ આપતા ફાઈનલ સવાલના જવાબમાં હરનાઝ કૌર સંધૂએ કહ્યુ, 'મને લાગે છે કે આજના યુવાનોનુ સૌથી વધુ દબાણ ખુદ પર વિશ્વાસ કરવાનુ છે. તમને ખબર હોવી જોઈએ કે તમે સૌથી ખાસ છો અને તમારો વિશ્વાસ જ તમને સૌથી સુંદર બનાવે છે. પોતાની તુલના બીજા સાથે કરવાનુ બંધ કરો. અને આવો, દુનિયાભરમાં થઈ રહેલ વધુ મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે વાત કરીએ. મને લાગે છે કે તમારે આ જ સમજવાની જરુર છે. બહાર આવો, પોતાના માટે બોલો, કારણકે તમે તમારા જીવનના માલિક છો. તમે પોતાનો અવાજ છો. મને ખુદ પર વિશ્વાસ હતો અને માટે હું આજે અહીં ઉભી છુ. આભાર.'

21 વર્ષ પછી મળ્યુ મિસ યુનિવર્સનુ ટાઈટલ

21 વર્ષ પછી મળ્યુ મિસ યુનિવર્સનુ ટાઈટલ

2000માં લારા દત્તાના ખિતાબ જીત્યાના બે દશક બાદ 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનુ પ્રતિનિધિત્વ કરનાર 21 વર્ષીય હરનાઝ સંધૂ આ તાજ ભારત લઈને આવી છે. હરનાઝ સંધૂએ આખા દેશને ગૌરવાન્વિત કર્યો છે. જેવુ તેનુ નામ જાહેર થયુ, હરનાઝના ખુશીના આંસુ છલકાઈ ગયા. ચંદીગઢની રહેવાસી 21 વર્ષની હરનાઝ એક મૉડલ અને અભિનેત્રી છે. તેની બે પંજાબી ફિલ્મો 2022માં રિલીઝ થવાની છે.

80 સ્પર્ધકોને હરનાઝ સંધૂએ છોડી પાછળ

80 સ્પર્ધકોને હરનાઝ સંધૂએ છોડી પાછળ

ભારતની હરનાઝ સંધૂ મિસ યુનિવર્સ 2021માં લગભગ 80 સ્પર્ધકોના ટૉપ પર રહી. હરનાઝ સંધૂએ પ્રતિષ્ઠિત ખિતાબનો દાવો કરવા માટે વિવિધ દેશો અને ક્ષેત્રોના 79 અન્ય સ્પર્ધકોને હરાવ્યા છે.

English summary
Miss Universe 2021 Harnaaz Kaur Sandhu says Chak de phatte India after becoming Miss Universe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X