For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધૂ થઈ ચૂકી છે બૉડી શેમિંગનો શિકાર, ખુદ જ વર્ણવ્યુ હતુ દર્દ

સંધૂએ એક વાર પોતાના વિશે એક ખાસ વાત જણાવી હતી જેને સાંભળીને સહુ કોઈ ચોંકી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે ભારતની દીકરી હરનાઝ કૌર સંધૂએ 70મી મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરીને ઈતિહાસ રચી દીધો છે. આખો દેશ આજે હરનાઝ કૌરની સફળતા પર ગર્વ કરી રહ્યો છે અને તેને દિલ ખોલીને અભિનંદન પાઠવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ખિતાબ જીતનારી હરનાઝ ત્રીજી ભારતીય મહિલા છે. આ પહેલા આ ખિતાબને વર્ષ 1994માં સુષ્મિતા સેન અને વર્ષ 2000માં લારા દત્તાએ પોતાના નામે કર્યો હતો.

'પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવી લેવી જોઈએ'

'પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવી લેવી જોઈએ'

તમને જણાવી દઈએ કે પોતાની સુંદરતા અને બુદ્ધિ કૌશલથી બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ પોતાના નામે કરનારી હરનાઝે આજે સાબિત કરી દીધુ છે કે વ્યક્તિએ પોતાની નબળાઈ પર આંસુ વહાવવાથી સારુ છે તેને જ પોતાની તાકાત બનાવી લેવી જોઈએ. વાસ્તવમાં, હરનાઝ કૌર આજે જ્યાં પહોંચીછે તેની પાછળ તેનો આત્મવિશ્વાસ અને કંઈ કરવાની ઈચ્છા છે. થોડા સમય પહેલા સંધૂએ એક વેબસાઈટ સાથે વાત કરીને પોતાના વિશે એક ખાસ વાત જણાવી હતી જેને સાંભળીને સહુ કોઈ ચોંકી ગયા હતા.

હરનાઝ કૌર સંધૂ થઈ ચૂકી છે બૉડી શેમિંગનો શિકાર

હરનાઝ કૌર સંધૂ થઈ ચૂકી છે બૉડી શેમિંગનો શિકાર

સંધૂએ કહ્યુ હતુ કે, 'આજે લોકો મને ગ્લેમરસ કહે છે પરંતુ એક સમય હતો જ્યારે હું દુબળાપણાના કારણે ખૂબ પરેશાન હતી અને બધા મારી મજાક ઉડાવતા હતા. સંધૂએ કહ્યુ કે આ વાત કિશોરાવસ્થાની છે. જ્યારે બાળકો ગ્રોઈંગ એજમાં હોય છે અને તેમની અંદર ઘણા બધા શારીરિક, માનસિક અને ઈમોશનલ પરિવર્તન થાય છે. હું પણ એ દોરમાં હતી પરંતુ હું પોતાના દુબળાપણાના કારણે હંમેશા લોકોમાં હાંસીનુ પાત્ર બની જતી હતી. આ બધુ મને ખૂબ પરેશાન કરતુ હતુ, મે મેન્ટલ ટ્રોમામાં જતી રહી હતી પરંતુ પછી મને સમજાયુ કે મને રોવા કે પરેશાન થવાથી કંઈ નહિ મળે. મારે આ બધામાંથી બહાર નીકળવુ જ પડશે.'

'મારી નબળાઈએ જ મને વધુ મજબૂત બનાવી દીધી'

'મારી નબળાઈએ જ મને વધુ મજબૂત બનાવી દીધી'

સંધૂએ કહ્યુ હતુ કે, 'મારી નબળાઈએ જ મને વધુ મજબૂત બનાવી દીધી કારણકે મને અહેસાસ થયો કે હું બીજાના મંતવ્યોથી જીવી ન શકુ. એકમાત્ર વ્યક્તિ જેણે મને પ્રભાવિત કરવાની જરુર છે, તે હું ખુદ છુ અને ત્યારબાદ મે ખુદને સંભાળી અને ખુદને સમય આપવા લાગી અને ધીમે-ધીમે હું મારી સમસ્યાઓમાંથી બહાર નીકળી ગઈ અને તણાવ મુક્ત થઈ ગઈ. માટે કોઈ પણ કામ કરવા માટે તમને ખુદ પર ભરોસો હોવો જોઈએ. દુનિયાને પ્રભાવિત કરવાની કોશિશમાં, આપણે ઘણી વાર એ ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છે. પરંતુ જો તમને ખુદ પર ભરોસો હોય તો તમે આ દુનિયામાં કંઈ પણ જીતી શકો છો.'

'પોતાની સમસ્યાઓ લોકો સાથે શેર કરો'

'પોતાની સમસ્યાઓ લોકો સાથે શેર કરો'

સંધૂએ કહ્યુ હતુ કે, 'તમે પોતાની સમસ્યાઓને લોકો સાથે શેર કરો, આનાથી તમે સ્ટ્રેસ મુક્ત થઈ જશો અને પોતાનુ લક્ષ્ય મેળવી લેશો.' સંધૂએ જણાવ્યુ કે, 'મે પોતાના મા સાથે આ વાત શેર કરી હતી, જેમણે મને સમજાવી અને મને આ સમસ્યાથી બહાર આવવામાં પૂરી મદદ કરી.' આ જ કારણ છે કે આજે સંધૂએ પોતાનો મિસ યુનિવર્સનો ખિતાબ પોતાની માને જ સમર્પિત કર્યો છે.

English summary
Miss Universe 2021 Harnaaz Sandhu has also been a victim of bullying and body shaming, Know the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X