HDFC બેંકના લાપતા વાઇસ પ્રેસિડેન્ટની લાશ મળી, એકની ધરપકડ

એચડીએફસી બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સાંધવી જે છેલ્લા ઘણા દિવસથી લાપતા હતા, તેમની લાશ પોલીસને મળી આવી છે.

એચડીએફસી બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સાંધવી જે છેલ્લા ઘણા દિવસથી લાપતા હતા, તેમની લાશ પોલીસને મળી આવી છે. પોલીસે આ મામલે સરફરાઝ શેખની ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે સરફરાઝ શેખે સિદ્ધાર્થની લાશને કલ્યાણ હાઇવે પાસે સંતાડી હતી. પોલીસને પોતાના સૂત્રો અનુસાર આ બાબતની જાણકારી મળી હતી. પોલીસે આ મામલે અત્યારસુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા પણ શામિલ છે.

Missing HDFC vice president

જે ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે તેની ઓળખ હજુ સુધી પોલીસે જાહેર નથી કરી. શરૂઆતી તપાસ અનુસાર સિદ્ધાર્થ સાંધવી માલાબાર હિલ્સમાં રહેતા હતા અને વ્યવસાયિક ઈર્ષાને કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. ખરેખર જે રીતે સિદ્ધાર્થ સાંધવીનું પ્રોમોશન થયું અને તેમની સેલરીમાં વધારો થયો, તેને કારણે તેમના સહકર્મીઓ નારાજ હતા અને ઘણા લોકો તેમના દુશ્મન પણ બની ગયા. સિદ્ધાર્થ સાંધવી લોવર પરેલ બ્રાન્ચમાં ક્રેડિટ અને માર્કેટ રિસ્ક સાચવી રહ્યા હતા અને અહીં તેઓ સિનિયર એક્ઝિક્યુટિવ પદ પર હતા.

એચડીએફસી બેન્કના અંદરના સૂત્રો અનુસાર સિદ્ધાર્થ સાંધવીએ વર્ષ 2007 દરમિયાન બેંકમાં નોકરી શરુ કરી હતી. તેમને બેન્ક સાથે સિનિયર મેનેજર પદ ઘ્વારા પોતાની શરૂઆત કરી હતી. વર્ષ 2011 દરમિયાન તેમને પ્રોમોશન આપીને સહાયક ઉપપ્રમુખ બનાવી દેવામાં આવ્યા. ત્યારપછી વર્ષ 2015 દરમિયાન તેમને ડેપ્યુટી ઉપપ્રમુખ બનાવી દેવામાં આવ્યા. તેમના સારા કામને જોતા ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 10 વર્ષમાં તેમને ઘણા પ્રોમોશન મળ્યા અને તેમની સેલરીમાં પણ વધારો થયો. સૂત્રો અનુસાર ઘણા પ્રોમોશન અને સેલરીને કારણે ઘણા લોકો તેમની ઈર્ષા કરતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X