For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનું મિશન 2024, બેઠકમાં પ્રશાંત કિશોરે આપ્યો સત્તા વાપસીનો રોડમેપ

પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે શનિવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટેની રણનીતિની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી.

|
Google Oneindia Gujarati News

પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે શનિવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટેની રણનીતિની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. પાર્ટી તેમના દ્વારા રજૂ કરાયેલી યોજના પર વિચાર કરવા માટે નેતાઓનું એક નાનું જૂથ બનાવશે, જે એક સપ્તાહની અંદર સોનિયા ગાંધીને તેનો રિપોર્ટ સોંપશે.

2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ રજૂ કરી

2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ રજૂ કરી

પ્રશાંત કિશોરની કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક બાદ પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોરે 2024ની લોકસભાચૂંટણીની રણનીતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષને વિગતવાર રજૂઆત કરી હતી, તેમણે જે યોજના રજૂ કરી છે તેના પર પાર્ટીના એક જૂથ દ્વારા વિચારણા કરવામાં આવશે અનેએક સપ્તાહની અંદર કોંગ્રેસ અધ્યક્ષ ને તેનો રિપોર્ટ સબમિટ કરો ત્યાર બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ બેઠકમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીએ હાજરી આપી

આ બેઠકમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીએ હાજરી આપી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કે. સી. વેણુગોપાલ, વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કેટલાક નેતાઓએહાજરી આપી હતી.

નરેશ પટેલને કોંગ્રેસમાં લેવાનો પ્રયાસ

નરેશ પટેલને કોંગ્રેસમાં લેવાનો પ્રયાસ

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા અઠવાડિયાથી પાર્ટી નેતૃત્વ અને કિશોર વચ્ચે મુખ્યત્વે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વાટાઘાટો ચાલી રહી છે.

પાર્ટી ગુજરાતના જાણીતા પાટીદાર ચહેરા નરેશ પટેલને પણ સાથે લેવા પ્રયાસ કરી રહી છે.

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના સંપર્કમાં છે પ્રશાંત કિશોર

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના સંપર્કમાં છે પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ નેતૃત્વના સતત સંપર્કમાં છે. તાજેતરમાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, તેઓ 2021 માં કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે,પરંતુ કેટલાક મુદ્દાઓ પર સહમતિ બની શકી નથી.

English summary
Mission 2024 of Congress, Prashant Kishor gave a roadmap to return to power in the meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X