
'હું 'કલાઈનાર' નો પુત્ર છુ, આ હરકતોથી ડરવાનો નથી...', દીકરી-જમાઈના ઘરે આઈટીની રેડ પર બોલ્યા એમકે સ્ટાલિન
ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના માત્ર ચાર દિવસ પહેલા આવકવેરા વિભાગે દ્રવિડ મુનેત્ર કડગમ(DMK)ના પ્રમુખ એમકે સ્ટાલિનના જમાઈ સબારેસનના ઘરે રેડ પાડી. આઈટી રેડ બાદ એમકે સ્ટાલિને કહ્યુ, 'હું કલાઈનાર(એમ કરુણાનિધિ)નો દીકરો છુ, આ બધી હરકતોથી ડરવાનો નથી.' સ્ટાલિને પેરામબલુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શુક્રવારે(2 એપ્રિલ) કહ્યુ, 'આજે સવારે હું ચેન્નઈથી ત્રિચી આવ્યો. મને ચેન્નઈમાં મારી દીકરીના ઘરે રેડના સમાચાર મળ્યા. મોદી સરકાર હવે અન્નાદ્રમુક(AIADMK)સરકારને બચાવી રહી છે. ભાજપે એઆઈએડીએમકે સીએમ, ડેપ્યુટી સીએમ,મંત્રીઓ અને મુખ્ય સચિવને આઈટી વિભાગ અને સીબીઆઈનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. હું મોદીને જણાવવા માંગુ છુ કે આ ડીએમકે છે, એ ના ભૂલતા કે હું કલઈનારનો દીકરો છુ. હું આનાથી નહિ ડરુ.'
એમકે સ્ટાલિને કહ્યુ, 'આ સ્ટાલિને આંતરિક સુરક્ષા વ્યવસ્થા અધિનિયમ... ઈમરજન્સીની સ્થિતિનો સામનો કર્યો છે. તેમને (ભાજપ)ને લાગે છે કે તે અમને આ આઈટી રેડથી ડરાવી શકે છે, આ એઆઈએડીએમકે સાથે થઈ શકે છે પરંતુ ડીએમકે સાથે આવુ નહિ થાય. તમારે એ ન ભૂલવુ જોઈએ કે લોકો 6 એપ્રિલે તમારા માટે કરેલા કામોનો જવાબ વોટિંગ દરમિયાન આપશે.'
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી 6 એપ્રિલે એક જ તબક્કામાં થશે અને મતોની ગણતરી 2 મેના રોજ થશે. તમિલનાડુમાં પંદરમી વિધાનસભાના કાર્યકાળ 2 મે, 2021એ ખતમ થઈ રહ્યો છે. 6,28,23,749 મતદારો રાજ્યમાં સોળમી વિધાનસભા માટે વોટિંગ કરશે. શુક્રવારે(2 એપ્રિલે)ની સવારે આવકવેરા વિભાગે એમકે સ્ટાલિનના જમાઈ સબારેસનના ઘર સહિત ચાર જગ્યાએ રેડ પાડી હતી. થોડા દિવસ પહેલા જ સ્ટાલિનના જમાઈ સબારેસનના ઘરે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ડીએમકે સાથે બેઠક કરી હતી. ડીએમકેએ આ રેડને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે.
જો હું PM હોત તો વિકાસના બદલે નોકરી પર ફોકસ કરતઃ રાહુલ ગાંધી