For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુઃ MNM પાર્ટી પ્રમુખ કમલ હસનની કાર પર હુમલો, પોલિસના હવાલે કરવામાં આવ્યો આરોપી

તમિલનાડુમાં મક્કલ નિધિ મય્યમ પાર્ટી પ્રમુખ કમલ હસનની કાર પર રવિવારે કથિત રીતે એક વ્યક્તિએ હુમલો કરી દીધો.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ તમિલનાડુમાં મક્કલ નિધિ મય્યમ પાર્ટી પ્રમુખ કમલ હસનની કાર પર રવિવારે કથિત રીતે એક વ્યક્તિએ હુમલો કરી દીધો. કમલ હસન એ વખતે એક ચૂંટણી સભાને સંબોધિત કરીને ચેન્નઈ પાછા આવી રહ્યા હતા. જો આ ઘટનામાં તેમને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. સમાચાર અનુસાર જે વ્યક્તિએ કમલ હસનની કાર પર હુમલો કર્યો તેની મક્કલ નિધિ મય્યમ પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય લોકોએ પિટાઈ કરી દીધી અને બાદમાં તેને પોલિસના હવાલે કરી દીધો. હજુ આ મામલાનુ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યુ નથી. પોલિસ તરફથી આ ઘટના વિશે કોઈ નિવેદન સામે આવ્યુ નથી.

kamal hasan

આ ઘટના રવિવારની છે જ્યારે અભિનેતા-રાજનેતા કમલ હસન રાજ્યમાં 6 એપ્રિલે યોજાનારા ચૂંટણી માટે એક જનસભાને સંબોધિત કરીને ચેન્નઈમાં એક હોટલ તરફ પોતાની કારથી જઈ રહ્યા હતા. આ દરમિયાન એક નવયુવકે તેમની કાર પર હુમલો કરી દીધો. પાર્ટીના એક નેતાએ આ અંગે માહિતી આપી. તેમણે કહ્યુ કે આ દૂર્ઘટનામાં કમલને કોઈ ઈજા થઈ નથી પરંતુ તેમની કારને થોડુ નુકશાન થયુ છે.

એમએનએમ પાર્ટીના નેતા અને પૂર્વ આઈપીએસ અધિકારી એજી મૌર્યાએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, 'પાર્ટી પ્રમુખની કારની વિંડસ્ક્રીન તૂટી ગઈ છે અને જે વ્યક્તિએ હુમલો કર્યો હતો તેને પોલિસને સોંપી દેવામાં આવ્યો છે.' તેમણે આગળ કહ્યુ કે પાર્ટી આવા તત્વોથી ડરવાની નથી. એ પણ જણાવવામાં આવી રહ્યુ છે કે હુમલાખોર હુમલો કરતી વખતે નશામાં હતો. પોલિસે હુમલાખોરને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે.

Farmers Protests: આજથી ખોલવામાં આવ્યો NH-24નો એક હિસ્સોFarmers Protests: આજથી ખોલવામાં આવ્યો NH-24નો એક હિસ્સો

English summary
MNM party chief Kamal Haasan's car attacked, accused handed over to police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X