રાફેલ ડીલઃ રક્ષા મંત્રાલયના એક અધિકારીએ વિમાન ખરીદી પર આપત્તિ જતાવી હતી- સૂત્ર

રાફેલ ડીલઃ રક્ષા મંત્રાલયના એક અધિકારીએ વિમાન ખરીદી પર આપત્તિ જતાવી હતી- સૂત્ર

નવી દિલ્હીઃ રાફેલ વિમાનની ખરીદીને લઈને ભારતમાં રાજનૈતિક ઘમાણાસ શરૂ થઈ ગયું છે. મોદી સરકાર પર કોંગ્રેસ કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે, તો સરકારે આ ડીલ અંગે લાગી રહેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. જ્યારે આ ડીલને લઈને હવે એક નવો ખુલાસો થયો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ ડીલ પર હસ્તાક્ષર પહેલા રક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ 36 રાફેલ વિમાનોની ખરીદી પર આપત્તિ જતાવી હતી.

રાફેલના ધોરણ મૂલ્ય પર આપત્તિ જતાવી

રાફેલના ધોરણ મૂલ્ય પર આપત્તિ જતાવી

અહેવાલ મુજબ વર્ષ 2016માં ભારતના તત્કાલીન રક્ષામંત્રી મનોહર પાર્રિકર અને ફ્રાંસના રક્ષામંત્રી વચ્ચે આ ડીલ પર હસ્તાક્ષર થાય તેના એક મહિના પહેલા એક વરિષ્ઠ અધિકારીએ રાફેલની સ્ટાન્ડર્ડ વેલ્યૂ પર આપત્તિ જતાવી હતી. ત્યારે આ અધિકારી રક્ષામંત્રાલયમાં જ જોઈન્ટ સેક્રેટરી અને એક્યૂશન મેનેજર તથા કોન્ટ્રાક્ટ નેગોશિએશન કમિટિમાં સામેલ હતા, આ મામલે એમણે કેબિનેટને એક નોટ પણ લખી હતી.

કેગ પાસે છે એ નોટ

કેગ પાસે છે એ નોટ

અહેવાલ મુજબ વરિષ્ઠ અધિકારીએ જતાવેલી આપત્તિને કારણે આ ડીલને મંજૂરી આપવામાં વિલંબ થયો હતો, જો કે તેમના વાંધાને રક્ષામંત્રાલયના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ ફગાવી દીધો ત્યારે જઈને ડીલને મંજૂરી મળી હતી. સૂત્રો મુજબ રાફેલ પર કરવામાં આવેલ આપત્તિ સંબંધિત નોટ હાલ કેગ પાસે છે.

રાફેલની ખરીદી પર ભારતમાં બબાલ

રાફેલની ખરીદી પર ભારતમાં બબાલ

પીએમ મોદીના ફ્રાંસ પ્રવાસ દરમિયાન રાફેલની ખરીદીને લીઈને બે સરકાર વચ્ચે સમજૂતી થઈ હતી. સુપ્ટેમ્બર 2016માં ડીએસી દ્વારા 36 રાફેલ વિમાનની ખરીદીને મંજૂરી આપી દેવામાં આવી. 59262 કરોડની આ ડીલ પર ભારત અને ફ્રાંસે 23 સપ્ટેમ્બર 2016ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારે આ ડીલને લઈને હાલ ભારતમાં બબાલ મચ્યો છે.
આ પણ વાંચો- રાહુલ ગાંધી પર વરસ્યા જેટલી, કહ્યું- રાફેલ ડીલ રદ નહિ થાય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X